જન્માષ્ટમીમાં અનેક જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી દરમિયાન આવી ઘટના બને છે
જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ભાવથી ઉજવાયો હતો જો કે કેટલીક જગ્યાએથી મટકી ફોડ જેવા કાર્યક્રમમાં દુર્ઘટન બનવાના સમાચાર આવ્યા હતા અને જન્માષ્ટમીનો તહેવાર માતમમાં ફેરવાય ગયો હતો. દર વર્ષે મટકી ફોડ કાર્યક્રમમાં યુવનો નીચે પટકાય છે તેમ છતાં પણ મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન સાવચેતીનું ધ્યાન રાખવામાં આવતું નથી. આવી જ એક ઘટના અમદાવાદમાં પણ બની હતી જેમાં એક 16 વર્ષના કિશોરનું મૃત્યુ નીપજ્યું હતું.
ગઈકાલે ગુજરાત સહીત દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી અને અનેક જગ્યાએ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જો કે કેટલીક જગ્યાએ ઉજવણીના રંગમાં ઘટના બનતા ભંગ બન્યો હતો. અમદાવાદ સહીત ગુજરાતભરમાં ગઈકાલે જન્માષ્ટમીના તહેવારની ઉજવણીના ભાગરૂપે મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એવો જ એક કાર્યક્રમ અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં ઉજવાઈ રહ્યો હતો. આ કાર્યક્રમની ઉજવણી દરમિયાન એક કિશોરનું નીચે પટકતા મોત નીપજ્યું હતું.
આ ઘટના અમદાવાદના દરિયાપૂર વિસ્તારના હનુમાનવાળી પોળમાં એવાલ લાલ પોળમાં ઘટના ઘટી હતી. ઘટના રાત્રે 1 વાગ્યાના સુમારે બની હતી જયારે એક 16 વર્ષીય કિશોર દેવ પઢીયાર મટકી ફોડ દરમિયાન નીચે પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જો કે તેનું મોત નિપજતા પરિવારમાં ઉજવણી શોકમાં પરિવર્તિત થઇ હતી.