વલસાડ,
વલસાડ જિલ્લાની ડીઆઇઍલઆર કચેરીનાં સર્વેયરો દ્વારા કરવામાં આવતી ગેરરીતિઅો અને રિ-સર્વેમાં થયેલા ગોટાળાઅોને દુરસ્તી કરવાના કામમાં ચાલતી ભયંકર લાલીયાવાડીઅો બાબતે વારંવાર અખબારોમાં અહેવાલો છપાતાં આવ્યા છે. પરંતુ જિલ્લા જમીન માપણી કચેરીની કામગીરીમાં કોઇ ફરક પડતો નથી. હવે સ્થિતિ ઍટલી બધી ખરાબ બની ગઇ છે કે, ખુદ ભારતીય કિસાન સંઘના પ્રમુખે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીને ઍક પત્ર લખ્યો છે કે વલસાડ જિલ્લાનાં સેટેલાઇટ રિ-સર્વેમાં ઍજન્સી તેમજ અધિકારીઅો દ્વારા માપણી પ્રમાણે નકશાઅો નહીં બનાવી ખેડૂતો સાથે છેતરપીંડી કરી ખેડૂતોના ખરાબ થયેલા રેકર્ડ દુરસ્તીની કામગીરીમાં વલસાડ જિલ્લાની ડીઆઇઍલઆર કચેરી ખેડૂતોને સહકાર આપતી નથી. તો આ મુદ્દે ખોટા નકશાઅો સાથે જે પ્રમોલીગેશન થયેલું છે તે રદ્દ કરી ખેડૂતોને રાહત આપવાની માંગણી કરી છે.
ભારતીય કિસાન સંઘના વલસાડ જિલ્લા પ્રમુખ ઍવા ઉમરગામ તાલુકાના સરોîડાના ખેડૂત આગેવાન શશીકાંત પટેલે જિલ્લા કલેક્ટરશ્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સેટેલાઇટ માપણી ઍટલે અદ્યતન માપણી ગણી શકાય. ખેડૂત દ્વારા જગ્યા પર બતાવેલી હદ પ્રમાણે જે નકશો આવી શકે. જગ્યા પર માપણી કરી તે પ્રમાણે નકશા નહીં બનાવી ખેડૂતોનાં ૭ નંબરનાં ને નકશા આપવામાં આવ્યા તે ખોટા બન્યા છે. આ માટે અધિકારીઅો જવાબદાર છે. ખેતીની જમીન ઍ ખેડૂતોનું મહત્વનું અંગ છે. તેના મહેસુલી રેકર્ડ બગાડનારને શિક્ષાત્મક પગલાં જરૂરથી થવા જાઇઍ. બીજું કે માપણી નકશા નહીં આવતાં ખેડૂતો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માપણીની સીડી તેમજ અન્ય પેપરો માંગતા જણાવ્યું કે ઍજન્સી દ્વારા પેપરો અને સીડી આપવામાં નહીં આવી હોય તે આપી શકાય નહીં. જા પેપરો અને સીડી નહીં આપી હોય તો ૧૦૦ ટકા ચેકીંગ કરવાનું હતું તે થયું નથી તે સિધ્ધ થયું છે. ઉપરાંત સમગ્ર વલસાડ જિલ્લામાં સરકારી જમીન જેવી કે રસ્તા, તળાવ, ગૌચર, નહેરો વિગેરે જમીનની માપણી કરવામાં આવેલી નથી. આ બાબતે કિસાન સંઘના પ્રમુખે સાબીતી પણ આપેલી છે. તથા ઘણા કિસ્સાઅોમાં ખેડૂતોની જમીનની સ્થળસ્થિતિ બદલી નકશાઅો અન્યોની જમીનનાં ૭ નંબરમાં બતાવી તેનું પ્રમોલીગેશન કરી દેવામાં આવ્યું છે. હદ તો ત્યારે થાય છે કે આ બાબતમાં અનેક ફરિયાદો આવી હોવા છતાં સરકારી અધિકારીઅો જવાબ આપવાનું ટાળી રહ્ના છે.
ભારતીય કિસાન સંઘના પ્રમુખ શશીકાંત પટેલે ખેડૂતોના હિતમાં વધુમાં જણાવ્યું છે કે આખા વલસાડ જિલ્લામાં દરેક ગામમાં ભારત સરકારનાં નેશનલ લેન્ડ રેકોર્ડ મોર્ડનાઇઝેશન પોગ્રામનાં નોર્મ પ્રમાણે સેટેલાઇટ માપણી ફરીથી કરવી કારણ કે સરકારી અધિકારીની ભૂલના કારણે ખેડૂતોને પરેશાન નહીં કરી શકાય. દરેક સરકારી જમીનની પહેલાં માપણી કરવી અને જ્યાં દબાણ હોય તેને દૂર કરવું રેકોર્ડ બનાવતી વખતે જે તે સરકારી ખાતાના અધિકારીઅોને સાથે રાખવા તથા ખોટા નકશાઅો સાથે જે પ્રમોલીગેશન થયું છે તેને રદ્દ કરી, ખેડૂતોને રાહત આપવાની માંગ કરી છે.