આહવા-ડાંગ,
આગામી ફેબ્રુઆરી ૨૦૨૧ દરમ્યાન રાજયભરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ધ્યાને લઇને, ડાંગ જિલ્લાની જવાબદારી રાજયના કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા અને સંગઠક ભારી અશોકભાઇ ધોરાજીયાને સોંપવામા આવી છે.
અત્રે ઍ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગત વિધાનસભાની પેટા ચૂંટણી દરમ્યાન પણ આ મહાનુભાવોઍ ડાંગ જિલ્લાના ગામડાઅો ખૂંદીને મતદારોને સફળતાપૂર્વક રાજય સરકારની કામગીરીથી વાકેફ કરવામા સફળતા મેળવી હતી. જેના પરિણામ સ્વરૂપે ડાંગ જિલ્લામા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયભાઇ પટેલ ઐતિહાસિક રીતે વિજયી નીવડ્યા હતા.
ચૂંટણી ચક્રવ્યુહની આ સફળ કામગીરીને ધ્યાને લેતા રાજય કક્ષાઍથી ફરી ઍક વાર મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા અને અશોકભાઇ ધોરાજીયા ઉપર વિશ્વાસ મુકીને તેમને ડાંગ જિલ્લાની ત્રણ તાલુકા પંચાયતો, અને ઍક જિલ્લા પંચાયતમા ભગવો લહેરાવવાની જવાબદારી સોંપવામા આવી છે.
સ્થાનિક નેતાગીરી અને કર્મથ કાર્યકરોના સાથ સહકારથી મહે ફેબ્રુઆરી ૨૦૨૧માં યોજાનારી સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીઅોમા પણ ભારતીય જનતા પાર્ટી ઝળહળતો વિજય મેળવે તે માટે ટીમ ભાજપા દ્વારા કામગીરીનો ારંભ કરવામા આવ્યો છે. સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં તેમને જવાબદારી સોંપવામાં આવતા ડાંગ જિલ્લા ભાજપ કાર્યકર્તાઅોમાં ખુશીની લાગણી ફેલાઇ જવા પામી છે.