વોટ્સએપ પછીની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનમાં ટેલિગ્રામ આવે છે. આ એપ્લીકેશન પણ વિશ્વના ઘણા વિસ્તારોમાં બુધવારે સાંજે બે કલાક સુધી ખોરવાઈ ગઈ હોવાના અહેવાલો મળ્યા છે.
મંગળવારે ગૂગલની સેવા બપોર બાદ ઠપ થતાં લાખો યુઝર્સ મુશ્કેલીમાં મુક્યા હતા. જે બાદ બુધવારે દુનિયાના કેટલાક વિસ્તારમાં ટેલિગ્રામ બંધ થઈ ગયું હતુ.
જો કે, શટડાઉનનાં કારણો વિશે ટેલિગ્રામ દ્વારા હજી સુધી સ્પષ્ટતા કરાઈ નથી. મધ્ય એશિયા અને યુરોપમાં ટેલિગ્રામનના વપરાશકર્તાઓની સંખ્યા વધુ છે. તેથી આ વિસ્તારમાં એપ્લીકેશન બંધ થવાથી કલાકો સુધી ઉપભોગતા મુંઝવણમાં મુકાયા હતા.
જો કે, હવે ટેલિગ્રામ સરળતાથી ચાલે છે. ડાઉન ડિટેકટર મુજબ ફક્ત 30 મિનિટમાં હજારો વપરાશકર્તાના સંદેશા ટેલિગ્રામ અટક્યા હતા. એક જ અઠવાડિયામાં ગૂગલ, નેટફ્લિક્સ અને ટેલિગ્રામ જેવી ત્રણ મોટી કંપનીની સેવા ઠપ થવાની આ પ્રથમ ઘટના માનવામાં આવે છે.
14 ડિસેમ્બરે યુટ્યુબ-જીમેલ સહિતની ગૂગલની સેવાઓ લગભગ 45 મિનિટ સુધી બંધ રહી હતી. ગૂગલે પાછળથી સત્તાવાર તે અંગે સ્વીકાર્યું હતુ. જે બાદ 15 ડિસેમ્બરે યુ.એસ., કેનેડા અને દક્ષિણ અમેરિકા સહિતના ઘણા દેશોમાં નેટફ્લિક્સની સેવા બંધ થઈ હતી. નેટફ્લિક્સ અઢી કલાક બંધ રહેતા આઇઓએસ વપરાશકર્તાઓ મુસીબતમાં મુકાયા હતા
નેટફ્લિક્સે આ સમસ્યા માટે પછીથી માફી માંગી હતી. અગાઉ 5 ડિસેમ્બરે પણ ટેલિગ્રામ ડાઉન થઈ ગયું હતું. ડાઉન ડિટેકટરના જણાવ્યા મુજબ લગભગ બે કલાક માટે તે ડાઉન રહ્યું છે.