- હૃદય રશિયાના બાળકમાં અને ફેફસાં યુક્રેનના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા
- માસૂમ જશ ઓઝા(ઇન્સેટ)માં બ્રેઇનડેડ જાહેર થયા બાદ અંગદાન કરવાનો પરિવારે લીધો નિર્ણય
સુરત,
રાજ્યમાં અંગદાનમાં સૌથી અગ્રેસર રહેલા સુરતમાંથી ઍક અઢી વર્ષના બાળકના અંગોનું સૌ -પ્રથમવાર દાન કરવામાં આવ્યું છે. અઢી વર્ષના જશ સંજીવ ઓઝા બ્રેઈનડેડ જાહેર થયા બાદ ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરવામાં આવ્યાં છે. પત્રકાર પિતાઍ સંમતિ આપતાં જ જશનું હૃદય હવે રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ લેશે. કારણ કે રશિયાના ૪ વર્ષના બાળકને જશના હૃદયનું અને યુક્રેનના ૪ વર્ષના બાળકને ફેફસાંનું દાન કરી સફળતાપૂર્વક ચેન્નાઈની ઍમજીઍમ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે.
જશ સંજીવભાઇ ઓઝા (ઉ.વ. ૨.૫ વર્ષ) બુધવાર, તા. ૯ ડિસેમ્બરના રોજ જશ પડોશીના ઘરે રમતી વખતે બીજા માળેથી અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઇજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. પરિવારજનોઍ તેને તાત્કાલિક ભટારમાં આવેલ અમૃતા હોસ્પિટલમાં ડો. સ્નેહલ દેસાઇની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન અને ઍમઆરઆઇ કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.
૧૪ ડિસેમ્બરના રોજ જશની સારવાર કરતા પીડીયાટ્રીક ઇન્ટેન્ટસીવીસ્ટ ડો. સ્નેહલ દેસાઇ, ન્યુરો સર્જન ડો. હસમુખ સોજીત્રા, ડો.જયેશ કોઠારી અને ડો. કમલેશ પારેખે જશને તપાસી તે બ્રેઇનડેડ હોવાનું જણાવ્યું હતું. જશના પિતા સંજીવ કે જેઓ ઍક પત્રકાર તરીકે વર્ષોથી ડોનેટ લાઇફની અંગદાનની વૃત્તિ વિશે અખબારોમાં લખીને સમાજમાં અંગદાન અંગેની જનજાગૃત્તિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપતા હતા તેઓઍ હૃદય ઉપર પથ્થર મૂકી કહ્નાં કે નિલેશભાઇ આજે મારો બાબુ (જશનું લાડકું નામ) ભલે નથી રહ્ના પરંતુ તમે તેના અંગોનું દાન કરાવી અમદાવાદ, મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ જેવા શહેરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા તેના જેવા બાળકોને નવજીવન આપવા માટે આગળ વધો. મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશે. ત્યાર પછી પિતા સંજીવે ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલા અને ડો. સ્નેહલ દેસાઇની સાથે રહી પોતાની પત્નીને પણ જશના અંગદાન કરાવવા માટે રાજી કરી.
ઓઝા પરિવાર તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાઍ સ્ટેટ અોર્ગન ઍન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ અોર્ગેનાઈજેશન (ઍસઅોટીટીઅો)ના કન્વીનર ડો. ાંજલ મોદીનો સંપર્ક કરી હૃદય, ફેફસા, કિડની અને લિવરના દાન માટે જણાવ્યું.ગુજરાતમાં નાના બાળકના હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઇ દર્દી ના હોવાને કારણે ઍસઅોટીટીઅો દ્વારા આરઅોટીટીઅો મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો. આરઅોટીટીઅો મુંબઈમાં પણ આ બ્લડગ્રુપનું કોઈ દર્દી ના હોવાથી ઍનઅોટીટીઅો નો સંપર્ક કરવામાં આવ્યો. ઍનઅોટીટીઅો દ્વારા દેશની વિવિધ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોમાં બી પોઝિટિવ બ્લડ ગ્રુપનું કોઈ ભારતીય પીડીયાટ્રીક દર્દી ના હોવાને કારણે ચેન્નાઈની ઍમ.જી.ઍમ.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ રશિયા અને યુક્રેનની નાગરિકતા ધરાવતા ચાર વર્ષના બે વિદેશી બાળકોને હૃદય અને ફેફસાંની ફાળવણી કરી હતી.
ઍસઅોટીટીઅો દ્વારા કિડની અને લિવર અમદાવાદની ઇન્સ્ટીટ્યુટ અોફ કિડની ડિસીજ ઍન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી)ને ફાળવવામાં આવ્યા. ચેન્નાઈથી સુરત આવી હૃદય અને ફેફસાનું દાન ચેન્નાઈની ઍમ.જી.ઍમ. હોસ્પિટલના ડો. મોહન અને તેમની ટીમે તથા કિડની અને લિવરનું દાન અમદાવાદની કિડનીના ડો. વિકાસ પટેલ અને તેમની ટીમેઆવી સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડો. ફુલ શિરોયાઍ સ્વીકાર્યું.સુરતની અમૃતા હોસ્પિટલથી ચેન્નાઈની ઍમ.જી.ઍમ. હોસ્પિટલ સુધીનું ૧૬૧૫ કિ.મીનું અંતર ૧૬૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી વર્ષીય બાળકમાં તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી ૪ વર્ષીય બાળકમાં ડો.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
સુરતની અમૃતા હોસ્પિટલથી અમદાવાદની કિડની ડિસીજ ઍન્ડ રિસર્ચ હોસ્પિટલ સુધીનું ૨૬૫ કિ.મીટર રોડ માર્ગનું અંતર ૧૮૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની પૈકી ઍક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી ૧૩ વર્ષીય બાળકીમાં અને બીજી કિડની સુરતની રહેવાસી ૧૭ વર્ષીય બાળકીમાં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી ૨ વર્ષીય બાળકીમાં ડો. મોદી, ડો.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
હૃદય અને ફેફસાં સમયસર ચેન્નાઇ પહોંચાડવા માટે અમૃતા હોસ્પિટલથી સુરત ઍરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડયો હતો. ઍજ રીતે કિડની અને લિવર અમદાવાદની કિડની હોસ્પિટલ મોકલવા માટે અમૃતા હોસ્પિટલથી અમદાવાદ કિડની હોસ્પિટલ સુધીના ૨૬૫ કિ.મી.ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડયો હતો.