Wednesday, March 22, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home entertainment

નવરાત્રી પહેલા થીયેટરમાં ગરબાની જમાવટ -“ફક્ત મહિલાઓ માટે” ફિલ્મ જોઈ દર્શકોએ ગરબાની રમઝટ બોલાવી, વીડિયો સોશિયલ મીડીયા પર ધૂમ મચાવી રહ્યો છે

by Editors
August 27, 2022
in entertainment
Reading Time: 2min read
નવરાત્રી પહેલા થીયેટરમાં ગરબાની જમાવટ -“ફક્ત મહિલાઓ માટે” ફિલ્મ જોઈ દર્શકોએ ગરબાની રમઝટ બોલાવી, વીડિયો સોશિયલ મીડીયા પર ધૂમ મચાવી રહ્યો છે
15
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

“ફક્ત મહિલાઓ માટે” નામની પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે કે, જે જોયા બાદ ગુજરાતી દર્શકો થીયેટરમાં જ ગરબે ઝૂમવા પર મજબૂર થઈ ગયા હતા. જી હા, અહીં વાત થઈ રહી છે એજ ગુજરાતી ફિલ્મની કે જેની અત્યારે દરેકના મોંઢે ચર્ચા ચાલી રહી છે. “ફક્ત મહિલાઓ માટે” ફિલ્મ જોયા બાદ થીયેટરમાં જ નવરાત્રિ પહેલા ગરબાનો માહોલ છવાઈ ગયો હતો. આ અદભૂત ફિલ્મ જોયા બાદ મહિલાઓ સાથે પુરુષો પણ પોતાની જાતને ગરમે ઘૂમવા માટે રોકી શક્યા નહોતા. બોલ મારી અંબે ગીત પર દર્શકો ગરબે ઘુમ્યા હતા. મહિલાઓનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ નવરાત્રિમાં પણ આ ફિલ્મના જ ગીતો આયોજકોના પાર્ટીપ્લોટ અને ક્લબોમાં ગૂંજતા સાંભળવા મળશે.

“ફક્ત મહિલાઓ માટે”નું નિર્માણ આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જેનોક ફિલ્મ હેઠળ આનંદ પંડિત અને વૈશાલ શાહે કર્યુ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં યશ સોની, દીક્ષા જોશી, તર્જની ભાડલા, ભાવિની જાની, કલ્પના ગાગડેકર અને દીપ વૈદ્ય છે. ફિલ્મનું નિર્દેશન અને લેખન જય બોડાસે કર્યુ છે. 19 ઓગષ્ટના રોજ રીલીઝ થયેલી ફિલ્મ અત્યારે સિનેમા ઘરોમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. સ્ત્રીઓને સાંભળે છે તો બધા પરંતુ સમજે છે કેટલા? આ ટેગ લાઈન સાથેની ફિલ્મ ફક્ત મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ એટલી જ મહત્વની અને પોઝિટીવ મેસેજ આપનારી છે.

ભારતમાં આ ફિલ્મ 300થી વધુ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ વિદેશોમાં અમેરિકા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં પણ એક જ સમયે રીલીઝ કરવામાં આવી છે. દર્શકોને આ ફિલ્મમાં સરપ્રાઈઝ સદીના મહાનાયકની મળી છે. ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળ્યા બાદ ખૂદ બોલિવૂડ શહેનશાહે ખૂદ આ ફિલ્મમાં અભિનય કરવાની તાલાવેલી દર્શાવી હતી. તેઓ અહમ ભાગ આ ફિલ્મમાં બન્યા છે. અમિતાભ બચ્ચનએ આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ એક્ટિંગ ડેબ્યુ પણ કર્યું છે. એક પણ રુપિયો ફી લીધા વિના તરત જ અભિનય કરવા માટે હા પાડી દીધી હતી. જે આ ફિલ્મની મજબૂત વાર્તાને સૂચવે છે. અમિત બચ્ચેને પણ કહ્યું હતું કે, ફક્ત મહિલાઓ માટે જ નહીં પરંતુ આ બધા માટેની ફિલ્મ છે.

ADVERTISEMENT

પ્રથમ દિવસથી જ આ ફિલ્મને અદભૂત રીસ્પોન્સ મળી રહ્યો છે. ઘણા સમય પછી દર્શકોને થીયેટર સુધી ખેંચી લાવવામાં મોટી સફળતા મેળવી છે. ફિલ્મે પહેલા દિવસે 1.34 કરોડ., બીજા દિવસે 1.52 કરોડ, ત્રીજા દિવસે 1.8 કરોડ કમાણી કરી છે. માત્ર સાત જ દિવસમાં 7 કરોડનું કલેક્શન ફિલ્મે કરી લીધું છે. આગામી વીકેન્ડમાં પણ શો બુક થઈ ગયા છે. થીયેટરોમાં દર્શકોની ભીડ આ ફિલ્મ જોવા માટે ઉમટી રહી છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક બેંચમાર્ક સાબિત થઈ છે. ગૂગલમાં આ ફિલ્મનું રેટીંગ 97 ટકા અને બુક માય શોમાં ફિલ્મનું રેટીંગ 94 ટકા છે.

આ ફિલ્મની સ્ટોરીમાં 28 વર્ષીય એક મધ્યમ વર્ગીય યવુકની વાત છે જે તેના જીવનમાં સતત મહિલાઓથી ઘેરાયેલો જોવા મળે છે. તે ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે, સ્ત્રીઓને સમજવામાં મદદ કરે અને તેની આ ઈચ્છા પૂર્ણ પણ થાય છે. બસ આ જ વાતથી ફિલ્મની વાર્તા આગળ વધે છે અને એક પછી એક અમિતાભ બચ્ચન સહીતના રોચક કલાકારો ફિલ્મની સ્ટોરીમાં જોવા મળે છે. શરુઆતથી લઈને ફિલ્મની સ્ટોરીના અંત સુધી દર્શકોને જકડી રાખે છે.

Book Tickets Now –
Book My Show – https://in.bookmyshow.com/movies/fakt-mahilao-maate/ET00330300

Paytm  – https://paytm.com/movies/fakt-mahilao-maate-movie-detail-155188

——–
Video Download Link -https://wetransfer.com/downloads/ae37eb540970e3a664c728908e181d6b20220827070505/d538779604996286d24ab166f9301c4220220827070526/7f5642

ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

શ્રીલંકાના આર્થીક સંકટની બાળકો પર પડી રહી છે અસર, યુનિસેફના પ્રાદેશિક નિર્દેશક જ્યોર્જ લારિયાએ વ્યક્ત કરી ચીંતા

Next Post

નોઈડામાં ટ્વીન ટાવર આવતીકાલે બપોરે 2.30 વાગ્યે માત્ર 12 સેકન્ડમાં તોડી પાડવામાં આવશે

Related Posts

Business Idea: આ બિઝનેસ શરૂ કરી રોજ કમાવો 4 હજાર રૂપિયા, જાણો કેટલું કરવું પડશે રોકાણ
entertainment

ગુજરાતના જાણીતા મીમીક્રી આર્ટીસ્ટ લાફટર ચેલેન્જ ફેઈમ પરાગ કંસારાનું વડોદરા ખાતે દુખદ અવસાન

October 5, 2022
5
જુનાગઢ શહેરના ભવનાથમાં ખોદેલા ખાડાઓમાં સિંહોને પડી જવાનો ભય, ચાર સાવજોની લટાર
entertainment

Charu Asopa Video: છૂટાછેડા રદ થયા બાદ ચારુ આસોપા ફરી દુલ્હન બની, રાજીવ સેન જોતા જ રહી જશે

September 20, 2022
8
entertainment

સૌંદર્યા રજનીકાંતઃ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત ફરી દાદા બન્યા, પુત્રી સૌંદર્યાએ બીજા પુત્રને જન્મ આપ્યો

September 12, 2022
12
બિસ્માર રોડે ગ્રામજનોને રોડે ચડાવ્યા હવે સરકારને રોડે ચડાવશે .
entertainment

શહેનાઝ ગિલઃ સલમાન ખાને શહેનાઝ ગિલને આપ્યો જીવનનો સૌથી મોટો પાઠ, અને તેને કહ્યું- તે મને ઘણું આપે છે.

September 9, 2022
7
જો સરકાર વીજ ક્ષેત્રમાં આ પોલીસીને પાછી નહીં લે તો આમ આદમી પાર્ટી સડકથી સંસદ સુધી વિરોધ કરશે: સોરઠીયા
entertainment

Teaser Leaked: જે ફિલ્મની જોરશોરથી ચર્ચા હતી તેનું ટીઝર લીક થયું? અભિનેતાનો પરસેવો છૂટ્યો

August 29, 2022
12
જેઈઈ એડવાન્સ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પેપરો ભડ્યા ભારે, ગુજરાતમાંથી અંદાજિત 10 હજાર વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
entertainment

રામ સેતુ: સુબ્રમણ્યમ સ્વામીએ ખિલાડી કુમાર સહિત 8 લોકોને કાનૂની નોટિસ પાઠવી

August 29, 2022
8
Next Post
નોઈડામાં ટ્વીન ટાવર આવતીકાલે બપોરે 2.30 વાગ્યે માત્ર 12 સેકન્ડમાં તોડી પાડવામાં આવશે

નોઈડામાં ટ્વીન ટાવર આવતીકાલે બપોરે 2.30 વાગ્યે માત્ર 12 સેકન્ડમાં તોડી પાડવામાં આવશે

Recent Posts

  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
  • અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ એ રિલીઝ પહેલા જ બનાવ્યો રેકોર્ડ, આટલા કરોડનું એડવાન્સ બુકિંગ!
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
379759
Your IP Address : 3.235.173.24
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link