ભરુચ પાસે નર્મદાની ભયજનક સપાટીમાં વધારો થતા જીવ તાળવે ચોંટી ગયો હતો, ત્યારે ભયજન સપાટીથી પાણી ગોલ્ડન બ્રિજ પાસે ઓસરતા લોકોએ અને તંત્રએ રાહત અનુભવી છે. અત્યારે આ સપાટીમાં ઘટાડો થતા નર્મદા નદીની સપાટી ભયજનક સપાટીથી છથી સાત ફૂટ નીચે આવી ગઈ છે.
નર્મદા નદીમાં પાણીના નવા નીરની આવક ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે વધી હતી. જેના કારણે ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા અને પાણી છોડવામાં આવ્યું હતુું કેમ કે, નર્મદા ડેમની સપાટી પણ ભયજનક નજીક પહોંચવા આવી હતી ત્યારે ભરુચ ગોલ્ડન બ્રિજ પાસે પણ નર્મદા નદીનું પાણી ગોલ્ડન બ્રિજ નજીક પહોંચી ગયું હતું.
નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ પરની ભયજનક સપાટી 24 ફૂટ છે. ગોલ્ડબ્રિજની અત્યારે સપાટી ઘટી છે અને 19.19 નોંધાઈ છે. ભયજનક સપાટીમાં છેલ્લા 24 કલાકમાં ઘટાડો થયો છે. 6થી 7 ફૂટ જેટલો ઘટાડો નોંધાયો છે. જેના કારણે પાણી થોડું ઓસર્યું છે.
ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે અગાઉ થોડા દિવસ પહેલા નર્મદા ડેમના ૨૩ દરવાજા કોલવામાં આવ્યા હતા. દરવાજાઓ 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જેમાં દરવાજાઓ ખોલીને ક્યુસેક જથ્થામાં પાણીનો જથ્થો નર્મદા નદીથી છોડાય હતો. જેના કારણે નર્મદામાં પાણી ઓસર્યા હતા. પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાયો ત્યારા જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના ગામોને એલર્ટ પણ કરાયા હતા. ત્યારે વરસાદે પણ વિરામ લીધો છે.