એક વર્ષ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી જાહેર કરી હતી અને એ સમયે ગુજરાત સરકારે 6 કંપની સાથે રહી પ્લાન્ટ બનાવવાના MOU કર્યાં હતા. ગુજરાત સરકાર હવે ટૂંક સમયમાં આ પોલિસીને લાગુ કરવા જઈ રહી છે. ગુજરાત સહિત ભારતભરમાં કરોડોની સંખ્યામાં વાહનો રસ્તા પર ફરી રહ્યા છે. આમાંનાં મહત્તમ વાહનો 15 વર્ષથી જૂનાં છે અને તેના કારણે પ્રદૂષણ પણ ફેલાઈ રહ્યું છે. આવા પ્રદૂષણ ફેલાવતાં વાહનોથી અકસ્માતનુ જોખમ વધુ છે. જેથી તેવા વાહનોની સંખ્યા ઘટે એ માટે કેન્દ્ર સરકારે 13 ઓગસ્ટ 2021ના રોજ વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી જાહેર કરી હતી. પોલિસીનો મુખ્ય ઉદ્દેશ પ્રદૂષણ ફેલાવતાં વાહનોની સંખ્યા ઘટાડવાનો છે અને સાથે જ લોકો પોતાના જૂના વાહનો સ્ક્રેપ માટે આપે એ માટે ઇન્સેન્ટિવ અને ટેક્સમાં રાહત સહિતના બેનિફિટ પણ આપવામાં આવ્યા છે.
શું સિસ્ટમ બનાવાઈ રહી છે?
ઓનલાઈન, કોલ સેન્ટરમાં વ્હીકલ સ્ટેપમાં આપવા બુકિંગ.
કંપની વ્હીકલનું ઇન્સ્પેક્શન ક૨શે અને ભાવ નક્કી થશે.
વ્હીકલને RTOમાંથી ડી-રજિસ્ટર્ડ કરવામાં આવશે.
ગ્રાહકને વેચાણનું સર્ટિફિકેટ આપવામાં આવશે.
ગુજરાતમાં દર વર્ષે કેટલાં વાહનો સ્ક્રેપ થાય છે અને તેમાંથી નીકળતા પાર્ટ્સ અને અન્ય મટીરિયલ્સનું શું થાય છે એનો કોઈ અંદાજ જ નથી. આ પોલિસી આવવાથી વ્હીકલ સ્ટેપમાં ઓર્ગેનાઇઝ કંપનીઓ આવશે અને એને કારણે એક વ્યવસ્થિત ઇકોસિસ્ટમ ઊભી થશે. સરકારને પણ આમાં આગળ જતો ફાયદો થશે અને ગ્રાહકોને પણ ફાયદો થશે. વ્યક્તિ પોતાનું વાહન વેચે છે તો તેને પોલિસી હેઠળ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ (COD) મળે છે. નવા વાહનની ખરીદી કરતી વખતે આ સર્ટિફિકેટ આપવાથી નવા વ્હીકલની ખરીદી પર ફાયદા મળે છે, પરંતુ કોઈ વ્યક્તિ નવું વાહન લેવા ન ઇચ્છતી હોય તો તે આ સર્ટિફિકેટ તેમના પરિચિત કે વ્હીકલ ખરીદનારી અન્ય વ્યક્તિને વેચી શકે છે, જોકે એની કિંમત નક્કી કરવામાં આવી નથી.
સ્ક્રેપેજ પોલિસીથી સરકારને શું ફાયદો થશે?
– જૂની ગાડીઓ સ્ક્રેપમાં જવાથી પ્રદૂષણ ઘટી જશે. નવા એન્જિનવાળી ગાડીઓ ગ્રાહકો ખરીદવાની પણનો વપરાશ ઘટશે, સાથે જ પ્રદૂષણ પણ ઓછુ ફેલાવશે.
– નવા નીતિથી સરકારને GTથી રૂ. 9500 કરોડ અને એ બાદ પાંચ વર્ષમાં રૂ. 4900 કરોડનો લાભ થવાની શક્યતા છે. તેમનાં વાહન સ્ક્રેપમાં ગયા બાદ વાહનમાજિક નવા વાહનખરીદશે, જે કેન્દ્ર અને રાજ્યોને GSTથી રૂ. 38,300 કરોડનો લાભ થશે.
– પોલિસીથી વાર્ષિક રૂ. 2400 કરોડ રૂપિયાનું ઇંધણ બચશે. આ વાહનોના સ્ક્રેપથી લગભગ રૂ. 6,550 કરોડનો સ્ટીલ સ્કેપ મળી જશે અને આટલો સ્ક્રેપ વિદેશોમાંથી નહીં મગાવવી પડે.
સ્ક્રેપેજ પોલિસી શું છે?
આ પોલિસીમાં 15 અને 20 વર્ષ જૂની ગાડીઓને સ્ક્રેપમાં આપવી પડશે. કોમર્શિયલ ગાડીઓને 15 વર્ષ પછી અને પ્રાઈવેટ વાહનોને 20 વર્ષ પછી સ્ક્રેપ જાહેર કરવામાં આવશે. આટલા સમય પછી કારનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ જશે. આ સંજોગોમાં એને સ્ક્રેપમાં આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ બાકી રહેશે નહીં, આ પોલિસીને કારણે કાર માલિકને કેશની સાથે સરકાર તરફથી નવી કાર ખરીદવામાં સબસિડી પણ મળશે.
કેવી રીતે ખબર પડશે કે કાર સ્ક્રેપને લાયક છે કે નહીં
જો તમારી પાસે કાર છે અને એ 15થી 20 વર્ષ જૂની થઈ ગઈ છે. તો એને ચોક્કસ સમયે ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર અથવા રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીને સોંપવી પડશે. કાર ઓનરને જરૂરી ડોક્યુમેન્ટ્સ, જેવા કે ઈન્શ્યોરન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પેનકાર્ડ, આધારકાર્ડ પણ દર્શાવવાં પડશે. તમારી કારસ્ક્રેપ કરતાં અમુક કેશ પણ આપવામાં આવશે. આ પોલિસીઅતર્ગત ગાડીને એની ઉંમર જોઇને જ સ્કંધ નહીં કરાય, પરંતુ એના ફિટનેસ સર્ટિફિકેટમાં જો એ અનફિટ સાબિત થશે તોપણ એને સ્ક્રેપ કરવામાં આવશે.