- ખુદ સિંચાઇ વિભાગના ઇજનેરે જિલ્લા ભાજપનાં હોદ્દેદારને કહેવું પડ્યું કે અશ્વિનને કહો કે સારુ કામ કરે
વલસાડ,
બીલીમોરા નગરપાલિકાના ઉપપ્રમુખ અશ્વિન પટેલ વ્યવસાયે ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. હાલમાં તેમણે ગણદેવી તાલુકાના વાડી ગામે સ્મશાનના કમ્પાઉન્ડ વોલનું બાંધકામનો કોન્ટ્રાક્ટ સિંચાઇ વિભાગ હસ્તક રાખેલો છે. સિંચાઇ વિભાગ હસ્તકનાં આ કમ્પાઉન્ડ વોલનાં કામમાં ભયંકર ખરાબ રીતે વેઠ ઉતારાઇ રહી હોવાની ફરિયાદ છે. ઍટલે ગામના આગેવાનોઍ નવસારી જિલ્લા સિંચાઇ વિભાગના ઇજનેરને કામમાં વેઠ ઉતારાતી હોવાની ફરિયાદ કરતાં ઇજનેર મહાશયે સારુ જાઇ લેશું ઍમ કહીને ફરિયાદીઅોને રવાના કરી દીધા. બીજી તરફ સ્થળ ઉપર કામ કરી રહેલા અશ્વિન પટેલના કામદારો બેધડક ગામલોકોને જણાવી રહ્ના છે કે, તમે ગમે ત્યાં ગમે તેટલી ફરિયાદ કરો. અમારા શેઠ ભાજપનાં બહુ મોટા આગેવાન છે ઍટલે કશું નહીં થાય. ગામલોકો દ્વારા સિંચાઇ વિભાગનાં ઇજનેરને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સ્થળ પર સિંચાઇ વિભાગની કચેરીની કોઇપણ ટીમ આવીને કામની સ્થળ ચકાસણી કરી ગયું નથી અને અત્યંત નિમન્ કક્ષાનું કામ કોઇપણ પ્રકારની રોકટોક વગર ચાલી રહ્નાં છે. ગામલોકોને આ સરકારી નાણાંના દુવ્યર્યથી બહુ દુઃખ થઇ રહ્નાં છે પરંતુ કોન્ટ્રાક્ટર અશ્વિન પટેલને કશો ફરક પડતો નથી.
હવે આ મામલે વધુ ઍકવાર સિંચાઇ ઇજનેરને ફરિયાદ થતાં સિંચાઇ ઇજનેરે જિલ્લા ભાજપનાં ઍક હોદ્દેદારને ફરિયાદ કરીને જણાવ્યું છે કે તમારા બીલીમોરા નગરપાલિકાના ઉપપ્રમુખ કે જેઅો અમારા કોન્ટ્રાક્ટર છે તેમને સમજાવો કે સરખું કામ કરે. આમ સ્થિતિ ઍ હદે પહોîચી છે કે, સરકારી અધિકારીઅો ભાજપનાં હોદ્દેદાર ઍવા કોન્ટ્રાક્ટરોને ખોટું કામ કરતાં અટકાવી શકતા નથી.