ટોક્યો ઓલિમ્પિકના આયોજનની તમામ તૈયારી પૂરી થઈ ચુકી છે. હવે 24 જુલાઈથી આ મેડલ ઈવેન્ટની વિધિવત શરૂઆત થઈ જશે. આ વખતે વિજેતા સ્પર્ધકો માટે 11 ગોલ્ડ છે. તેથી દરેક સ્પર્ધ આ મેડલ જીતવા માટે તનતોડ મહેનત કરી ચૂક્યો છે. ફેન્સિંગ-જૂડો-શૂટિંગ અને તાઇક્વાંડોમાં 2-2 ગોલ્ડ રખાયા છે. ટોક્યોમાં થઈ રહેલા ઓલિમ્પિકના આયોજન સાથે જ દુનિયાભરમાં ઉત્સુકતા છવાઈ છે. કયા દેશે કેટલા મેડલ જીત્યા તે જાણવા માટે સ્પર્ધકો સહિત દુનિયાના લોકોમાં ભારે ઉત્સુકતા રહેતી હોય છે. આ વખતે ઓલિમ્પિકમાં અમેરિકા અને ચીનના ખેલાડી વચ્ચે રસાકસી ભર્યો જંગ જામે તેવી શકયતા છે.
ટોક્યો ઓલિમ્પિક અંગે ફેન્સમાં મનમાં અનેક સવાલો ઉઠ્યા છે. હવે આ સવાલોના જવાબ 24 જુલાઈથી મળવાના શરૂ થઈ જશે. કારણ કે આ દિવસે ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની છે. જો કે, એ દિવસે એકપણ મેડલ ઈવેન્ટ રમાવાની નથી. તમામ મેડલ ગેમ 24 જુલાઈથી શરૂ થયા બાદ તબક્કાવાર રીતે આગળ રમાતી રહેશે. આ વખતે મેડલ ગેમમાં 11 ગોલ્ડ મેડલ રખાયા છે.
24 જુલાઈએ પહેલા દિવસે ફેન્સિંગ, જૂડો, શૂટિંગ અને તાઇક્વાંડોની સ્પર્ધામાં વિજેતા થનારાઓ માટે 2-2 ગોલ્ડ મેડલ રહેશે. જયારે આર્ચરી, રોડ સાઇક્લિંગ અને વેઇટ લિફ્ટિંગમાં 1-1 ગોલ્ડ મેડલ રાખવામાં આવ્યા છે. મેડલ એનાયત થવા સાથે જ વિજેતા અંગે રહેલું સસ્પેન્સ પણ ખુલી જશે. કોઇપણ ઓલિમ્પિક ગેમ્સમાં માત્ર સ્પર્ધક જ નહીં પરંતુ તેમના ચાહકોની નજર પણ મેડલ ઉપર રહેતી હોય છે. આ વખતે 24મી જુલાઈથી ઓલિમ્પિકમાં કોણે કોણે બાજી મારી તે સ્પષ્ટ થતું જશે.