સરકાર દ્વારા ચાર દિવસ પહેલાં જ ખાતરના ભાવમાં આડેધડ વધારો ઝીંકાતા ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ચૂંટણી સમયે ભાજપે ખેડ઼ૂતોને આપેલું વચન તોડી નાંખ્યું હોવાના આરોપો પણ ઉઠી રહ્યા છે. ત્યા બીજી તરફ કોંગ્રેસે પણ આ મુદ્દે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું ખાતરમાં ભાવ વધારા મુદ્દે વ્યાપક નારાજગી સાથે કહ્યું હતુ કે, ખાતરનો ભાવ વધારો હાલના સંજોગોમાં યોગ્ય નિર્ણય નથી. આ ભાવ વધારાથી રાજ્યનો ખેડૂતોને માથએ 1400 કરોડનો બોજો પડશે. જેને કારણે ખેડૂતોની કમ્મર તૂતી જશે. કોરોના મહામારીએ માઝા મુકી હોવાથી રાજ્યમાં ખેડૂતો સહિત તમામ લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. ચૂંટણી સમયે ભાજપે આ ભાવ વધારો નહીં કરવા વચન આપ્યું હતુ. આમ છતાં ચૂંટણી પુરી થતાં તે ખેડૂતોના વપરાશ માટેના ખાતર ઉપર ૫૮ ટકાથી ૪૬ ટકા સુધીનો ભાવ વધારો ઝીંકી દેવાયો છે. શક્તિસિંહ ગોહીલે વધુમાં કહ્યું હતુ કે, કોરોના મહામારીના સમયે સરકારનો આ નિર્ણય અયોગ્ય છે. વડાપ્રધાન તાત્કાલિક અસરથી આ ભાવ વધારો પાછો ખેંચવા નિર્ણય કરે તેવી માંગ કોંગ્રેસ વતી હું કરુ છું. આઝાદી આટલા વર્ષોમાં ક્યારે પણ આટલો મોટો ભાવ વધારો ખાતરમાં થયો નથી. જો ખાતર પરનો ભાવ વધારો પરત નહીં ખેંચાસે તો ખેડૂતો માથે ૧૪૦૦ કરોડનું ભારણ વધશે. સરકાર હાલ ખાતર વેચાણથી પોતાનો ફાયદો જોઈ રહી છે. સરકારને ખાતરના વેચાણ થકી જીએસટીની ૨૫૦ કરોડની વધારાની આવક થાય તેમ છે. તેથી સરકારને માત્ર તેની આવકમાં રસ છે. શક્તિસિંહે વધુમાં ઉમેર્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા મટીરીયલની કિંમત કોંગ્રેસના શાસનમાં વધતી હતી ત્યારે સરકાર સબસીડી વધારતી હતી. ખેડૂતોને ખાતર સસ્તુ આપવા માટે તમામ પ્રયાસો થતા હતા. આજે પણ ખેડૂતોના હિતમાં સરકારે ખાતર પર સબસિડી વધારવાની આવશ્યકતા છે. અત્યારે જૂનું ખાતર ગુજરાત પાસે છે તે જૂના ભાવે જ વેચાણ કરવામાં આવે તો પણ લાખો ખેડૂતોને તેનો ફાયદો થશે.