1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને આજે 50 વર્ષ પૂર્ણ થતા મોદી દ્વારા તે યુદ્ધમાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. 1971માં ભારત- પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધ 3 ડિસેમ્બર 1971ના રોજ શરૂ થયું હતું અને 16 ડિસેમ્બર 1971 સુધી ચાલ્યું હતુ. જેના પરિણામે વિશ્વના નકશા પર બાંગ્લાદેશનું અસ્તિત્વ આવ્યું છે. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતુ. આ સંઘર્ષમાં પછડાટ ખાતા પાકિસ્તાનના 93,000 સૈનિકોએ ભારતની શરણાગતિ સ્વીકારી હતી.
યુદ્ધમાં પાકિસ્તાનની હાર બાદ વિશ્વના સૈન્ય ઇતિહાસમાં રેકોર્ડ્સ નોંધાયા હતા. આ યુદ્ધ હારી ગયા પછી બીજા વિશ્વયુદ્ધ પછી પાકિસ્તાન સૌથી વધુ સૈનિકો સાથે શરણાગતિ કરનાર દેશ બન્યો હતો. પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અને બાંગ્લાદેશની આઝાદી બાદથી ભારત 16 ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવણી કરે છે. બુધવારે તે યુદ્ધને 50 વર્ષ પુરા થયા હતા. તેથી રાજધાની દિલ્હી ખાતે આવેલા રાષ્ટ્રીય સમર સ્મારકે પહોંચીને મોદીએ અમર જ્યોતિથી સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી હતી. વડાપ્રધાને 1971માં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.
આ સ્મારક પર હવે સતત પ્રજ્વલિત જ્યોતથી 4 વિજય મશાલ પ્રજ્વલિત કરાશે અને તેને 1971 યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ લઈ જવાશે. આજના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ત્રણેય સૈન્યના વડા નવી દિલ્હીના રાષ્ટ્રીય સ્મારક ખાતે હાજર રહ્યા હતા. અહીં PM મોદીએ 4 સ્વર્ણિમ વિજય મશાલ પ્રગટાવી હતી. આ મશાલો દેશના વિવિધ ખૂણા પર લઈ જવાશે. અમર જ્યોતથી ચાર વિજય મશાલ પ્રજ્વલિત કરી આ મશાલને 1971 યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ લઈ જવાશે. જે બાજ 1971ના યુદ્ધ સ્થળોથી માટી લઈને દિલ્લીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં લવાશે.