સુરતમાં તાપી નદીના 33 કિલોમીટરના પટ પર રિવર ફ્રન્ટ બનાવવાની યોજનાને સરકારે લીલી ઝંડી આપી દીધી છે. આ યોજના માટે વિશ્વ બેન્ક 1991 કરોડ રૂપિયાની લોન આપશે.
સુરત મહાનગર પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આ રિવર ફ્રન્ટ લોકોના મનોરંજન માટે બનાવાશે. 33 કિલોમીટરના વિસ્તારમાં બનનારા આ રિવર ફ્રન્ટ માટે ફરીથી ટેન્ડર મંગાવવામાં આવશે. રૂંઢ ભાઠા કન્વેશ્નલ બેરાજ માટે ફરીથી ટેન્ડર મંગાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 10 કિલોમીટર લાંબુ જળાશય બનાવાશે. આ જળાશયની બંને બાજુ કિનારા પર પર્યટન અને પરિવહનની સુવિધા વિકસાવાશે. નદી કિનારે હરિયાળી વિકસાવવા ઉપરાંત નદીનું પાણી સ્વચ્છ કરાશે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 3904 કરોડનો ખર્ચ થશે.
ADVERTISEMENT