સોશિયલ પ્લેફોર્મ પર ખૂબજ લોકપ્રિય ટ્વીટરના સીઇઓ અને અબજોપતિ જૈક ડોરસીએ પોતાના 15 વર્ષ જૂને એક ટ્વીટને વેચવાની તેયારી કરી છે. અત્યાર સુધીમાં આ ટ્વીટ માટે 2 કરોડ રૂપિયા સુધીની બોલી બોલાઈ ચુકી છે. 6 માર્ચ 2006માં જૈક ડોરસીએ પ્રથમ ટ્વીટ પોસ્ટ કર્યું હતું. જેમા તેમણે લખ્યું હતું કે, જસ્ટ સેટિંગ અપ માય ટ્વીટર’. હવે આ વાતને આજે 15 વર્ષ વીતી ચુક્યા છે. હવે જૈફ ડોરસી પોતાના તે જૂના ટ્વીટને ક્રિપ્ટોરસન્સીના રૂપમાં વેચવા માંગે છે. આ અંગે તેમણે વિધિવત જાહેરાત પણ કરી દીધી છે. ડોરસીએ એનએફટી માટે એક બિડિંગ લિંક સાથે વેલ્યૂએબલ નામના પ્લેટફોર્મના માધ્યમથી ટ્વીટ કર્યું હતુ.
આ જાહેરાત બાદ ટ્વીટ ખરીદવા માટે બોલી બોલવાની શરૃઆત પણ થઈ ચુકી છે. જે થોડાક જ સમયમાં 2,67,000 ડૉલર એટલે કે, ભારતીય ચલણ પ્રમાણે 2 કરોડ રૂપિયા સુધી પહોંચી છે.
એનએફટી એથેરિયમ બ્લોકચૈન પર એક ડિજિટલ ટૉકન છે. ‘વેલ્યૂએબલ્સ’ના અનુસાર, તમે જે ખરીદી રહ્યા છો તે ટ્વીટનું એક ડિજિટલ સર્ટિફિકેટ છે, આ ટ્વીટ અનોખું છે કારણ કે તેને મેન્યુફેક્ચરે સાઇન અને ઇંસ્ટોલ કર્યું છે. જો કે, આ ટ્વીટ ઇન્ટરનેટ પર 15 વર્ષથી યુઝર્સને વિનામૂલ્યે જોવા મળતું હતુ. ઉલ્લેખનીય છે કે, એનએફટી લોકોને અનોખા ડિજિટલ આઇટમ્સની ઓનરશિપને ખરીદવા અને વેચવાની મંજૂરી આપે છે. બ્લોકચેનનો યૂઝ કરનારા લોકોનો એક રેકોર્ડ સેવ થતો રહે છે. પ્રખ્યાત આર્ટિસ્ટ ગ્રિમ્સે થોડા સમય પહેલાં જ એનએફટી આઇટમોનું 60 લાખ ડૉલરમાં વેચાણ કર્યું હતુ. જયારે લેબ્રોન જેમ્સના એક એનએફટીએ લેકર્સ માટે 2,00,000 ડૉલરથી વધુની કમાણી કરી હોવાનું નોંધાયું છે.