વિરોધ પક્ષના 6 સભ્યોએ સરપંચ દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી વહીવત કરતા હોવાની ફરિયાદ નોંધાવતા બજેટ નામંજૂર થતા ગ્રામ પંચાયત સુપરસીડ થવાની શક્યતા થી રાજકીય માહોલ ગરમાયો છે. વઘઇ તાલુકાના છેવાડે આવેલ માનમોડી ગ્રામ પંચાયતમાં 2022માં યોજાયેલી સરપંચની ચૂંટણી ભારે રસાકસી વચ્ચે થઈ હતી.જેમાં સરપંચ સહિત કુલ 11 સભ્યો ની સમિતિ રહે છે.

ભાજપ તરફી સરપંચના ઉમેદવારની 1 મતે પરાજય થયો હતો, જ્યારે 6 સભ્યો વિજેતા જાહેર થયા હતા. કોંગ્રેસ પેનલ સમર્પિત ઉમેદવાર સાથે 4 સભ્યો અને સરપંચ વિજેતા થતા કોંગ્રેસના 5 ની સંખ્યા બની હતી. તા.19/3/22ના શનિવારે નાણાકીય વર્ષ 2022/23 ની સામાન્ય સભામાં ભાજપના 6 સભ્યોએ સરપંચ વિશ્વાસમાં ન લઈ મનસ્વી કારભાર કરતો હોવાની ચર્ચા ઉગ્ર બની હતી.જેથી સામાન્ય સભામાં 6 સભ્યોએ બજેટ રજૂ કરવા વિરોધ નોંધાવતા ગ્રામ પંચાયત સુપરસીડ થવાની સંભાવના ઉભી થવા પામી છે.

ત્યારે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ડાંગ જિલ્લામાં પ્રથમ વખત જ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં બજેટ ના મંજુર થતા રાજકીય માહોલ ગરમાયો છે. હાલ હવે નામંજુર થયેલ બજેટને 31 માર્ચ પહેલા ગ્રામ પંચાયતમાં મંજુર ન કરવામાં આવે તો ગ્રામ પંચાયત સુપરસીડ થઈ ફેર ચૂંટણી કરવાની નોબત ઉભી થાય તેમ છે.ત્યારે હવે સરપંચ દ્વારા ચુયાયેલા સભ્યોને મનાવી બજેટ મંજુર કરાવે છે,કેમ તે જોવું રહ્યું.
સામાન્ય સભામાં ભાજપ સમર્પિત પેનલના ગ્રામ પંચાયતના હાજર રહેલા સભ્યો (1 )શાંતાબેન સુનિલભાઈ પવાર,(2) રીનાબેન હિરામણભાઈ ગાંવીત,(3)જીજાબેન બાબુરાવભાઈ સાબળે (4)મોહનાબેન તુલસીરામભાઈ ચૌધરી (5) રાજુભાઇ ઝીપરભાઈ દેશમુખ (6)ભોવાનભાઈ હરિભાઈ ચૌધરી જ્યારે કોંગ્રેસ સમર્પિત પેનલના સરપંચ (1) મહેન્દ્રભાઈ કાળુભાઇ ગાંવીત,(2)પ્રકાશભાઈ પાંડુભાઈ પવાર (3)મનીષાબેન યશવંતભાઈ બાગુલ (4) ઉમેશભાઈ સોમાભાઈ પાડવી (5) શરદભાઈ ગોવિંદભાઇ થવિલ સહિત સામાન્ય સભાના સભ્ય સચિવ તરીકે તલાટી કમ મંત્રી નારાયણભાઈ ઠાકરે ઉપસ્થિત રહ્યા હતા.