પાકિસ્તાનની મરીન એજન્સીએ ફરી પોત પ્રકાશતા 3 ભારતીય બોટોમાં રહેલા 26 માછીમારોનુ અપહરણ કર્યાની ઘટના ઘટી હતી. સૌરાષ્ટ્રના માંગરોળની એક અને ઓખાની 2 બોટને પાક. મરીન દ્વારા હાઈજેક કરાઈ છે.ગુજરાતનો દરિયાકાંઠો ઘણો વિશાળ હોવા સાથે અહીં મત્સ્યોધ્યોગ પણ ઘણો વિકસ્યો છે. તેથી સરકારને પણ સારી આવક મળે છે. ગુજરાતના વિકાસમાં મત્સ્યોધ્યોગનો મોટો ફાળો છે. તેથી પાકિસ્તાન દ્વારા ભારત સામે કાર્યવાહીને નામે દર મહિને દરિયામાં હરકતો કરાય છે.
કચ્છના અખાત પાસે, જખૌમાં અને તેને અડીને આવેલી દરિયાઈ પટ્ટીમાં માછલીનો અને પ્રાકૃતિક ગેસ અને અન્ય ખનીજોના વિપુલ ભંડાર હોવાનું મનાય છે. તેથી આ વિસ્તારને પાકિસ્તાન પોતાના વિસ્તાર તરીકે ગણાવે છે અને તેની મરીન એજન્સી ત્યાં ફેરા મારતી રહે છે.
ભારતીય જળસીમામાં ઘૂસીને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી ભારતીય માછીમારોનું અપહરણ કરતી રહી છે.દરમિયાન સૌરાષ્ટ્ર પાસેથી પાક. મરીન એજન્સી દ્વારા 3 બોટ હાઈજેક કરાઈ હતી. આ 3 બોટમાં 26 માછીમારો હતા. જેનું પણ અપહરણ કરવામાં આવ્યું છે.