બીલીમોરા નજીક આંતલિયાના સરપંચના પુત્ર નિમેષ પટેલને જાહેરમાં રહેંસી નાખનારા 13 આરોપીઓ પૈકી મુખ્ય આરોપી આમિર અનવર શેખ સહિત 6 ની LCB એ ટેક્નિકલ સર્વેલન્સ ની મદદ લઈ ધરપકડ કરી હતી. બીલીમોરા આંતલીયા ગામના સરપંચના દીકરા નિમેષ પટેલસાથે થયેલા જુના ઝઘડાની અદાવત રાખી પુર્વ આયોજીત કાવતરૂ રચી એક બીજાની મદદગારીથી એક સંપ થઈ બીલીમોરા તીસરી ગલીના નાકે નિમેષભાઈ છગનભાઈ પટેલ ઉપર પ્રાણ ઘાતક હથિયારો વડે હુમલો કરી માર મારી ગંભીર ઈજા પહોચાડી મોત નિપજાવી આરોપીઓ ભાગી ગયા હતા. આરોપીઓને સત્વરે શોધી કાઢવા માટે નવસારી પોલીસ અધિક્ષકશ્રી, ઋષિકેશ ઉપાધ્યાય તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી,એસ.જી.રાણાની સુચના અને માર્ગદર્શન હેઠળ નવસારી એલસીબી ના પોલીસ ઇન્સ્પેકટર,વી. એસ.પલાસે ટેકનીકલ સોર્સ આધારે આરોપીઓ બાબતે માહિતી એકત્રીત કરી અલગ-અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારોના સંપર્કમાં હતા. દરમ્યાન પો. ઇન્સ, વી.એસ. પલાસ તથા હે.કો જયેશભાઇ ગોવિંદભાઇને મળેલી બાતમીના આધારે આરોપી (૧) અમીન અનવર શેખ( ઉ.વ. ૩૩ રહે. તીસરીગલી, ગૌહરબાગ બીલીમોરા ) (૨) દૈતિક ઉર્ફે ભાવું ગણપતભાઇ પટેલ (ઉ.વ ૨૭ રહે. છાપરગામ, દેસાઇ ફળીયું, તા.ગણદેવી) (3) રોનક ઉર્ફે બોબડો ગીરીશભાઈ પટેલ (ઉ.વ ૨૦ રહેશ્યામનગર સોસાયટી-૧, બીલીમોરા) (૪) માઝ ફકરૂદ્દીન શેખ (ઉ.વ. ૧૯ રહે. માતૃછાયા કોમ્પલેક્ષના પહેલા માળે, સ્નેહલ હોસ્પીટલની પાછળ, ગૌહરબાગ બીલીમોરા ),(૫) આશીષકુમાર અશોકભાઇ ટંડેલ (ઉ.વ ૩૩ રહે. ઘર નં ૫૪૩, માછીવાડ, સુભાષચોક ખાટકી ફળીયું, બીલીમોરા) તથા (૬) અજય ઉર્ફે મક્કાઈ ઉર્ફે ડાંગની ધરપકડ કરી હતી. બીલીમોરા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં ૧૧૮૨૨૦૦૬૨૧૦૩૧૯ ઈ.પી.કો.કલમ ૩૦૨, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪, ૧૨૦(બી), તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો તા.૦૮/૦૩/૨૦૨૧ ના રોજ કુલ-૧૩ આરોપીઓ સામે નોંધ્યો હતો, જે પૈકી હજુ ૭ આરોપીઓને પોલીસ હજું પકડી શકી નથી.
આરોપીઓનો પુર્વ ઇતિહાસ :
(૧) આમીન અનવર શેખ વિરૂધ્ધમાં મારામારીના બીલીમેરા પો.સ્ટે.માં કુલ ૧૦ તથા ચીખલી પો.સ્ટે.માં ૦૧ મળી કુલ- ૧૧ ગુનાઓ દાખલ થયેલ છે તેમજ અગાઉ હદપાર
(તડીપાર) પણ કરવામાં આવેલ છે.
(૨) ભૌતિક ઉર્ફે ભાવું ગણપતભાઇ પટેલ વિરૂધ્ધમાં મારામારીના બીલીમોરા પો.સ્ટે.માં કુલ ૦૮ તથા ચીખલી પો.સ્ટે.માં ૦૧ મળી કુલ- ૦૯ ગુનાઓ દાખલ થયેલ છે
(3) રોનક ઉર્ફે બોબડો ગીરીશભાઈ પટેલ વિરૂધ્ધમાં મારામારીના બીલીમોરા પો.સ્ટે.માં કુલ o૩ તથા ચીખલી પો.સ્ટે.માં ૦૧ મળી કુલ- ૦૪ ગુનાઓ દાખલ થયેલ છે
(૪) માઝ ફકરૂદ્દીન શેખ વિરૂધ્ધમાં મારામારીના બીલીમોરા પો.સ્ટે.માં કુલ- ૦૨ ગુનાઓ દાખલ થયેલ છે.
(૫) આશીષકુમાર અશોકભાઇ ટંડેલ વિરૂધ્ધ મારામારીના બીલીમોરા પો.સ્ટે.માં કુલ ૦૧ તથા પ્રોહીબીશનના ૦૨ મળી કુલ- 03 ગુનાઓ દાખલ થયેલ છે.
(૬) અજય ઉર્ફે મક્કાઈ ઉર્ફે ડાંગી સુભાષભાઈ યાદવ વિરૂધ્ધમાં મારામારીના બીલીમોરા પો.સ્ટે.માં કુલ ૦૨, લૂંટનો-૦૧ તથા પ્રોહીબીશનનો ૦૧ મળી કુલ- ૦૪ ગુનાઓ દાખલ થયેલ છે.