પૃથ્વીથી નજીક 420 કિમીના અંતરે જ અંતરીક્ષમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન વિકસાવાયું છે. પરંતુ અહીં જવા માટે 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે તેમ છે. હાલમાં દુનિયાના ત્રણ અબજપતિઓએ સ્પેસ સ્ટેશન પર જવા ખર્ચ કરવા તૈયારી દાખવી છે. દરેક અબજપતિએ 400 કરોડથી વધુ ચૂકવવા પડશે. મંગળવારે અમેરિકાના ફ્લોરિડા સ્થિત કેપ કૈનવરલમાં પહેલું પ્રાઈવેટ સ્પેસ સ્ટેશન ક્રુ અંગે વિગતે જાહેરાત કરાઈ હતી. આ સાથે જ અંતરિક્ષમાં જનારા આ ક્રુ ત્રણ યાત્રીના નામ પણ જાહેર થયા હતા. જેમાં ઈર્ટન સ્ટિબે, માર્ક પેથી અને લેરી કોનરનો સમાવેશ થાય છે. આ ત્રણેય યાત્રીઓ સ્પેસ એક્સના રોકેટથી સ્પેસ સ્ટેશન જવા માટે રવાના થશે. આ લોકોને સ્પેસ સ્ટેશનની યાત્રા 2020માં જાન્યુઆરી મહિનામાં લઈ જવાશે. આ લોકોને અંતરીક્ષની યાત્રા પર લઈ જવાની જવાબદારી પૂર્વ નાસા એસ્ટ્રોનોટ માઈકલ લોપેઝ અલેગ્રિયા નિભાવશે. માઈકલ હવે હ્યુસ્ટન ખાતેની Axiom Space નામની કંપનીમાં કામ કરે છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારી આ પહેલી પ્રાઈવેટ ફ્લાઈટ હશે.
જેમાં દરેક યાત્રી સ્પેશ સ્ટેશનની મુલાકાત માટે 55 મિલિયન ડોલર્સ એટલે કે, આશરે 400 કરોડથી વધારે રૂપિયા ચુકવશે. નાસામાં સ્પેસ સ્ટેશન મેનેજર તરીકે ફરજ બજાવી ચુકેલા અને હાલ Axiom Spaceના ચીફ એક્ઝીક્યુટીવ્સ માઈક સિફ્રેડનીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં સ્પેસ સ્ટેશનની કોઈએ પર્સનલ યાત્રા કરી નથી. આ પહેલી વખત હશે જ્યારે આ ત્રણ વ્યક્તિઓ ખાનગી યાત્રાના હેતુથી ત્યાં પહોંચશે. સફ્રેડિનીએ વધુમાં કહ્યું હતુ કે, રશિયા વર્ષ 2001થી સતત સ્પેસ સ્ટેશન માટે યાત્રીઓ મોકલે છે. માઈકલ લોપેઝ અગ્રેલિયા સ્પેસ સ્ટેશનની ફ્લાઈટ્સ અને સ્પેસ સ્ટેશન અંગે ઘણી માહિતી મેળવાઈ છે. અંતરીક્ષમાં આવેલા સ્પેસ સ્ટેશનની યાત્રા કરવા માટે જે લોકો સક્ષમ છે. તેઓ આટલા પૈસા ખર્ચ કરી શકે છે. આ ત્રણ યાત્રીઓ આઠ દિવસ સુધી સ્પેસ સ્ટેશનમાં રોકાશે. એક્સીઓમના પહેલા ગ્રાહક લેરી કોર્નર ઓહયોના ડેટન નિવાસી રિયલ એસ્ટેટ બિઝનેસમેન અને ટેક એયરપ્રેન્યોર છે.
માર્ક પેથી કેનેડીયન ફાયનાન્સર છે. જ્યારે ઈટન સ્ટિબે ઈઝરાયલી બિઝનેસમેન છે.
ઈટન સ્ટિબે ઈઝરાયલના પહેલા એસ્ટ્રોનોટઈલાન રામોનના જૂના મિત્ર છે. તેમને આવા જવા માટે એકથી બે દિવસનો સમય લાગશે. તેઓને સ્પેસએક્સના ડ્રેગન કેપ્સુલથી સ્પેસ સ્ટેશન સુધી મોકલાશે અને પાછા લાવવામાં આવશે. જોકે ભવિષ્યમાં હાલ જેટલો વધુ ખર્ચો નહીં થાય. લોકો સીટ્સના પૈસા આપશે, સ્પેસ સ્ટેશન પાસે જઈને થોડીવાર ફરીને પાછા આવી જાય તેવી સુવિધા માટે પણ તૈયારી થઈ રહી છે. માઈક સફ્રેડિનીએ કહ્યું હતું કે આ ત્રણેય યાત્રીએ માત્ર ફરવાનો હેતુ રાખતા નથી. તેઓ ત્યાં પહોંચીને સાયન્સ રિસર્ચ કરવા માંગે છે.