લોકડાઉન બાદની સ્થિતિમાં રેલ મંત્રાલય દ્વારા ટ્રેનના રૃટ અને સંચાલનના નિયમોમાં ભારે ફેરબદલ કરવા પડી રહ્યા છે. પૂર્વ મધ્ય રેલવેના સોનપુર મંડળના મુઝફ્ફરપુર સ્ટેશન પર રીમોડેલિંગ કામગીરી હાલ ચાલી રહી છે. જેને કારણે ટ્રેન નંબર 05270/05269 અમદાવાદ – મુઝફ્ફરપુર અને ટ્રેન નંબર 09269/09270 પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન રદ્દ કરવાની નોબત આવી છે. જયારે ટ્રેન નંબર 09452 ભાગલપુર – ગાંધીધામ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09483/09484 અમદાવાદ-બરૌની સ્પેશિયલ ટ્રેનના રૃટ બદલી નંખાયા છે. આ ટ્રેન હવે ડાયવર્ટ રૂટ ઉપર દોડશે તેવી વિધિવત જાહેરાત કરવામાં આવી છે.
રદ્દ થયેલી ટ્રેનો અને દિવસો અંગે મળેલી વિગતો મુજબ તારીખ 13 અને 20 માર્ચ 2021ના રોજ અમદાવાદથી ટ્રેન નંબર 05270 અમદાવાદ – મુઝફ્ફરપુર (સાપ્તાહિક) સ્પેશિયલ ટ્રેન દોડશે નહીં. જેને કારણે ત્યાંથી રિટર્ન થતા રુટને અસર થશે. જેમાં તારીખ 11 અને 18 માર્ચ 2021ના રોજ મુઝફ્ફરપુરથી ટ્રેન નંબર 05269 મુઝફ્ફરપુર-અમદાવાદ (સાપ્તાહિક) સ્પેશિયલનું સંચાલન થઈ શકશે નહીં. એટલે કે આ બંને રુટ આ દિવસો દરમિયાન રદ કરાયા છે. આ ઉપરાંત તારીખ 11 અને 12 માર્ચ 2021ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 09269 પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશિયલ રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે.
એ જ રીતે સામેના વળતા રુટને અસર થતાં તારીખ 14 અને 15 માર્ચે મુઝફ્ફરપુરથી ચાલનારી ટ્રેન નંબર 09270 મુઝફ્ફરપુર-પોરબંદર સ્પેશિયલ ટ્રેન દોડશે નહીં. ડાયવર્ટ ટ્રેનમાં ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન 15 માર્ચે ડાયવર્ટ રૂટ બરૌની, શાહપુર પટોરી, હાજીપુર, છપરા, સીવાન, થાવે, કપ્તાનગંજ અને ગોરખપુર થઈને તેના ગંતવ્ય સ્થાને પહોંચશે. જયારે ટ્રેન નંબર 09483 અમદાવાદ-બરૌની સ્પેશિયલ ટ્રેન 08 માર્ચથી 18 માર્ચ સુધી દાનાપુર, પટના, મોકામા અને દિનકર વિલેજ સિમરિયા થઈને બરૌની જશે. આ ઉપરાંત ટ્રેન નંબર 09484 બરૌની સ્પેશિયલ 10 માર્ચથી 19 માર્ચ સુધી દિનકર ગામ સીમરિયા, મોકામા, પટણા અને દાનાપુર થઈને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચશે. આ બાબતની નોંધ લેવા રેલ મંત્રાલય દ્વારા મુસાફરોને જાહેર નિવેદન થકી પણ જણાવવામાં આવ્યું છે.