પાટણ ના પૌરાણિક નગરદેવી કાલિકા માતાજી ની પરંપરાગત આ વર્ષે પણ કાલી ચૌદસ નિમિત્તે મંદિર માં રાત્રે વિશેષ મહા પૂજા રૂપે સમૂહ પૂજા કરવા માં આવી હતી.જેમાં મોટી સંખ્યા માં ભક્તો જોડાઈ માતાજી ની આરાધના નો લહાવો લીધો હતો. પાટણ માં રાજા સિદ્ધરાજ સ્થાપિત નગર દેવી કાલિકા માતાજી ના મંદિરે કાલી ચૌદસ નિમીતે સમૂહ માં કાલી પૂજા યોજાઈ હતી.
જેમાં વિધિવિધાન મુજબ થતી આ કાલી પૂજા માં ક અક્ષર થી શરૂ થતાં માતાજી ના 1008 નામો ના ઉચ્ચાર સાથે માતાજી ને ચોખા , ફૂલ, અને બિલિપત્ર ધરાવાયા હતા .લગભગ 500 થી વધારે શ્રદ્ધાળુઓ એ લાભ લીધો હતો.ભાવિક ભક્તો તેમના ઘર મંદિર માં પૂજન માં રખાતી માતાજી ની મૂર્તિ કે ફોટો તથા ચોખા અથવા ફુલ પોતાન ઘરે થી લાવ્યા હતા. પૂજા માં જોડાઈ સમૂહ માં કાલી પૂજન કરી ધન્યતા અનુભવી હતી. કાલિકા માતાજી, ભદ્રકાળી માતાજી અને ક્ષેમકરી માતાજી ને નયનરમ્ય શણગાર કરાયો હતો. દર્શન પૂજન નો લાભ ભવિક ભક્તોએ લીધો હતો.