ન્યૂ યોર્કમાં રહેતા 85 વર્ષીય વૃદ્ધાએ હાલમાં તેના 39 વર્ષીય બોયફ્રેન્ડથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. વળી, આ નિર્ણય બાદ હવે આ વૃદ્ધા બીજા બોયફ્રેન્ડની શોધ કરી રહ્યા છે. ન્યૂ યોર્કમાં રહેતા આ વૃદ્ધાનું નામ હેટી રેટ્રોએજ છે. 85 વર્ષની ઉંમર હોવા છતાં હેટી શરીરથી તંદૂરસ્ત હોવાથી પોતાને ફીટ માને છે. આટલી ઉંમરે પણ હેટી પોતાને ‘સેક્સી વીમેન’ કહે છે. લાઈફ કોચ હેટી પોતાને ફિટ રાખવા રોજ એક્સર્સાઈઝ કરે છે.
હાલમાં તેના 39 વર્ષીય બોયફ્રેન્ડ સાથે તેનું બ્રેકઅપ થઈ ગયું છે. તેથી તેઓ ડેટિંગ એપ બંબલનાં માધ્યમથી નવા બોયફ્રેન્ડ શોધી રહ્યા છે. હેટીએ ટિંડર અને અન્ય ડેટિંગ એપ્સ પર પણ અકાઉન્ટ બનાવ્યું હતું. પણ આ એપે કોઈ કારણોસર હેટીનું અકાઉન્ટ બ્લોક કર્યું છે. આથી તેમણે નવી ડેટિંગ એપ ડાઉનલોડ કરી અને હવે બંબલ પર એક્ટિવ છે. ઘણીવાર તેઓ ડેટિંગ માટે ન્યૂઝ પેપરમાં પણ જાહેરાત આપે છે. બે સંતાનોની માતા અને ત્રણ પૌત્રોની દાદી હેટી ફોર્મર ડાન્સર છે અને હાલ લાઈફ કોચ તથા રાઈટર છે. 48 વર્ષની ઉંમર હતી તે સમયે હેટી તેના પતિથી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે ડેટિંગ એપ ઉપર પ્રેમી શોધવાનું શરુ કર્યું હતુ. હેટીને બે સંતાન છે અને 3 પૌત્રો પણ છે.
આ સંતાનો પોતાની માતાનાં અભિગમ પ્રત્યે અણગમો દાખવતા રહ્યા છે. કારણ કે, હેટી પરિવાર સાથે રહેવાને બદલે કે સભ્યા રાખવાને બદલે પોતાનાથી નાની ઉંમરનાં પુરુષોને ડેટ કરવાનું પસંદ કરે છે. રંગીન જિંદગી જીવતા 85 વર્ષીય હેટીને આશા છે કે, તેઓ ફરીથી કોઈ બોયફ્રેન્ડ સાથે રિલેશનમાં આવશે. બ્રેકઅપ પછી હેટી કહે છે કે, હાલ હું સિંગલ છું અને ફરીથી કોઈ સાથીદારને શોધવાના કામમાં જોતરાઈ ગઈ છું. આજે પણ હું કોઈ સાથે પ્રેમ કરવા માટે તૈયાર છું.
પર્સનલ લાઈફ વિશે તે કહે છે કે, ન્યૂઝ પેપરમાં આપેલી એક જાહેરાતમાં તેણીએ 35 વર્ષથી ઓછી ઉંમરનો યુવક જોઈએ છે તેવી ડીમાન્ડ કરી હતી. તે પછી હેટીને અનેક રિક્વેસ્ટ આવી હતી. તેમનાથી નાની ઉંમરના પુરુષને ડેટ કરવામાં તેને કોઈ ખચકાટ નથી થતો. હાલમાં ઇઝરાયલના એક યુવાને ફોન કરીને તેનામાં રસ હોવાનું જણાવ્યું હતુ