Googleએ તેની ચેટિંગ એપ Google હેંગઆઉટ વિશે પહેલાથી જ જાણકારી આપી દીધી છે કે તે તેને બંધ કરવા જઈ રહ્યું છે. Google Hangoutsને Google Chat દ્વારા બદલવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા એપલના એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ગૂગલ હેંગઆઉટને હટાવી દેવામાં આવ્યું છે. હવે Googleએ કહ્યું છે કે તે ગૂગલ હેંગઆઉટના વેબ વર્ઝનને પણ ગૂગલ ચેટ સાથે રિપ્લેસ કરી રહ્યું છે. આનો અર્થ એ છે કે તમે હવે Google Hangouts ના વેબ સંસ્કરણનો ઉપયોગ કરી શકશો નહીં. 1લી નવેમ્બરથી શરૂ થઈ રહી છે. જણાવી દઈએ કે, Google+ની સાથે Google Hangouts વર્ષ 2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
Google એપ દ્વારા યુઝર્સને Google Hangoutsના તમામ વર્ઝનને બંધ કરવા વિશે માહિતી આપી રહ્યું છે. ગૂગલ તેના યુઝર્સને Google Hangoutsનો ડેટા પણ ડાઉનલોડ કરવા માટે કહી રહ્યું છે, જો કે, તેને ડેટા ડાઉનલોડ કરવા માટે 1 જાન્યુઆરી, 2023 સુધીનો સમય મળશે.
અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, જો તમે Google Hangouts માંથી તમારી ચેટ ડિલીટ કરશો, તો તમારી ચેટ પણ Google Chatમાંથી ડિલીટ થઈ જશે, જો કે જ્યારે તમે તમારી Hangouts ચેટને Google Chat પર ખસેડી હશે ત્યારે આ શક્ય છે.
Googleએ Google ચેટ સાથે શ્રેષ્ઠ અનુભવનો દાવો કર્યો છે. આ સિવાય Googleએ એમ પણ કહ્યું છે કે તેની નવી ચેટિંગ એપ Google ચેટમાં ઘણી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. Google ચેટ એપ અને વેબ વર્ઝનમાં યુઝર્સને ચેટિંગ માટે જીઆઈએફ અને ઈમોજીની સુવિધા પણ મળશે.
વર્ષ 2013માં Google+ની વિશેષ સુવિધા તરીકે હેંગઆઉટને Google દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વર્ષે માર્ચમાં ગૂગલ પ્લે સ્ટોર ઉપરાંત એપલના એપ સ્ટોરમાંથી હેંગઆઉટને દૂર કરવામાં આવ્યું હતું, જોકે જેમની પાસે પહેલેથી જ એપ હતી તેઓ હજુ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. નવેમ્બર 2021માં, ગૂગલે હેંગઆઉટમાંથી ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર હટાવી દીધું હતું.