વાપી તાલુકાના કોપરલી ધોડિયા વાડ ખાતે આવેલ પ્રાથમિક સ્કૂલ માં આજે સ્થાનિક યુવાનો દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું કોરોના કાળ માં જ્યાં લોકો ને ઓક્સિજન ની કિંમત સમજાઈ છે ત્યાં રક્ત ની ઉભી થતી જરૂરિયાત બાદ રક્ત ની પણ કિંમત હવે લોકો ને સમજાઈ છે જેને લઈ જરૂરિયાત મંદ લોકો ને સમયસર રક્ત મળી રહે તે માટે આજે સ્થાનિક યુવાનો દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. પારડી તાલુકા ભાજપના માજી પ્રમુખ અને અગ્રણી નગીન ભાઈ પટેલ અને વાપી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ દ્વારા મા સરસ્વતી ની પ્રતિમા આગળ દીપ પ્રજ્વલિત કરી શ્રીફળ વધેરી રક્તદાન શિબિર નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નગીનભાઈ પટેલે જણાવ્યું કે આજના સમય માં રક્તદાન એ મહાદાન છે યુવાનો એ રક્તદાન કરવું જોઈએ અને કોપરલી ના યુવાનો ને શિબિર આયોજિત કરવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા સાથે સુરેશભાઈ પટેલે જણાવ્યું કે કોરોના કાળ એ દરેક મનુષ્ય ને સમય ની કિંમત સમજાવી છે લોકો ની જિંદગી બચાવવા માટે દરેક યુવાનો રક્તદાન કરે અને આદિવાસી વિસ્તાર માં જ્યાં લોકો આજે વેકસીન લેવા આગળ નથી આવી રહ્યા ત્યાં રક્તદાન કરવા હવે આગળ આવી રહ્યા છે જે ખૂબ મહત્વની વાત છે તેમને કોરોના ની ત્રીજી લહેર થી બચવા માટે વેકસીન લેવા પણ યુવાનો ને પ્રોત્સાહિત કર્યા હતા રક્તદાન શિબિર નું આયોજન કરનાર વિજય પટેલ દ્વારા તમામ લોકોને સ્વાગત કરવામાં આવ્યું હતું વિજય ભાઈ પટેલે જણાવ્યું કે તેઓ ના દ્વારા 15 બોટલ યુનિટ રક્ત એકત્ર કરવા માટે નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પરંતુ યુવાનો દ્વારા મોટી સંખ્યા માં રક્તદાન કરતા 27 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમ્યાન ,કવાલ ગામના સરપંચ મનોજ ભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ યુવાનો ને પ્રોત્સાહિત કર્યા હતા રક્તદાન શિબિર દરમ્યાન વલસાડ રક્તદાન કેન્દ્ર ના કર્મચારીઓ એ સેવા આપી હતી