ગાંધીનગર ખાતેથી મોદી@20 સપના થયા સાકાર પુસ્તકનું વિમોચન કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયા તેમણે કહ્યું કે, મોદીજી લોક સ્વિકૃતિથી રાજનિતીમાં આવ્યા છે કોઈ આંદોલનથી રાજનિતીમાં નથી આવ્યા. આંદોલન એ નકારાત્મક ભાવ ઉત્પન્ન કરે છે. રાજનિતીમાં નરેન્દ્ર મોદીનો ઉદય ધૂમકેતુની જેમ થયો છે તેમ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે તેમના નિવેદનમાં કહ્યું હતું.
મોદીજીએ ભારતીય રાજનિતીમાં વિચાર, વિમર્શ અને ઓળખને બદલી નાખી છે. જોત જોતા જ દેશ જ અલગ રીતે વિચારી રહ્યો છે. આવું કેમ અને કેવી રીતે બન્યું એ જાણવું હોય તો આ પુસ્તક વાંચવું જોઈએ. નરેન્દ્ર મોદી પહેલા પ્રધાનમંત્રી છે કે જેઓ ઘણા વર્ષોથી અહીં મુખ્યમંત્રી હતી. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે 12 વર્ષ અને પ્રધાનમંત્રી તરીકે 8 વર્ષ એમ 20 વર્ષના સુશાસનનું લેખા જોખા આ પુસ્તક પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
આ બુકમાં દેશના જાણીતા 22 હસ્તીઓના લેખ વ્યૂઝ આપવામાં આવ્યા છે. ભારતીય રાજનીતિમાં મોદીજીનો ઉદય ધૂમકેતુની જેમ થયો છે. તેમ તેમણે કહ્યું હતું. 450 પેજનું પુસ્તક 5 ખંડોમાં વિભાજીત છે. જેમાં મોદીજીના સામાજિક રાજનિતિક પ્રભાવ અને વૈશ્વિક અપીલ પર વિસ્તાર પુર્વક ચર્ચા કરવામાં આવી છે. લખવાવાળા રાજનેતાઓ અને વિશ્લેષકો છે. તેમની સાથે રહીને રાજનિતીમાં કામ કરવાળા લોકો છે. તેમ રાજનાથસિંહે કહ્યું હતું.