ચીનમાં પહેલાથી જ કેટલાક કડક પ્રતિબંધો લાગુ છે. જેને કારણે લોકોને વારંવાર આકરી સજાનો ભોગ બનવું પડે છે. ચીનમાં હાલમાં 7 બાળકોને જન્મ આપવાના કિસ્સામાં સરકારે કડકાઈ સાથે કાર્યવાહી કરી છે. ચીનમાં બે બાળકો પેદા કરવાનો નિયમ છે. તેવા સંજોગોમાં સાત બાળકોને પેદા કરનાર દંપતીને ભારે કિંમત ચુકવવાની નોબત આવી છે. વન ચાઇલ્ડ પોલિસીના કારણે ચીનમાં જન્મદર ઘટી રહ્યો છે અને વર્ષ 2019મા હજાર લોકો પર માત્ર 10 જન્મદર રહી ગયો હતો, જે 70 વર્ષોમાં સૌથી ઓછો છે. ઘટતો જન્મદર અને વૃદ્ધ લોકોની જનસંખ્યા ડેમોગ્રાફિક તરીકે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
ચીની મીડિયાના અહેવાલો પ્રમાણે ચીનમાં એક દંપતીએ 7 બાળકો પેદા કર્યાની જાણ સરકારી તંત્રને થોડા સમય પહેલા જ થઈ હતી. જે બાદ સરકારની પોલીસીના ભંગ બદલ સરકારે તે દંપતીને શોધી 1 લાખ 55 હજાર ડોલર્સ એટલે કે 1 કરોડથી રૂપિયાથી વધારાની રકમનો દંડ કર્યો હતો. જો કે, ચીનમાં આ વસુલાતને દંડ તરીકે ઓળખવામાં આવતી નથી. પરંતુ આ રકમ સોશિયલ સપોર્ટ ફી તરીકે ઓળખાય છે. ચીનમાં આ કાર્યવાહીનો ભોગ બનનાર દંપતીમાં પત્નીનું નામ ઝાંગરોંગરોંગ છે. 34 વર્ષીય ઝાંગરોંગરોંગ બિઝનેસમેન છે. જયારે તેના 39 વર્ષીય પતિ છે. તેમને 5 છોકરા અને બે છોકરીઓ છે. ચીનની બે બાળકો પોલિસીનું ઉલ્લંઘન કરવાના કારણે કપલે સરકારને સોશિયલ સપોર્ટ ફી આપી છે. જો તેઓ એમ ન કરતાં તો તેમના બાકીના 5 બાળકોને સરકારી આઇડેન્ટિટી સાથે જોડાયેલા દસ્તાવેજ આપવામાં આવ્યા ન હોત.
જ્યાંગનો સ્કિન કેર, જ્વેલરી અને ગારમેન્ટ્સનો બિઝનેસ છે અને તેની કંપનીઓ દક્ષિણ-પૂર્વી ચીનમાં કામ કરે છે. તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, તેઓ ઘણા બાળકો ઇચ્છતી હતી, કેમ કે તેમને એકલાપણાથી ડર લાગતો હતો. જ્યારે મારા પતિ પોતાના બિઝનેસ ટ્રીપના કારણે બહાર રહે છે તો મને પરેશાની થતી હતી. મારા મોટા બાળકો પણ અભ્યાસ માટે બીજા શહેરોમાં નીકળી ચૂક્યા છે. એવામાં મારા નાના-નાના બાળકો જ મારી સાથે રહેતા હોવાથી મને એકલપણુ લાગતુ ન હતુ. ઉલ્લેખનીય છે કે, 2020માં ચીનમાં એક બેન્ક અકાઉન્ટને ફ્રીઝ કરી દેવાયું હતુ. કારણે કે તે ખાતાધારક દંપતીએ પણ ટૂ ચાઇલ્ડ પોલિસીનું ઉલ્લંઘન કર્યું હતું. કોર્ટે આ કપલને ત્રીજું બાળક પેદા કરવાના કૃત્ય બદલ 45 હજાર ડોલર્સ એટલે કે 32 લાખ રૂપિયાની ફીસ ભરવા આદેશ આપ્યો હતો.