ગુજરાત માં આજે જૂની પેન્શન નીતિ અમલી બનાવવા મામલે સાબરકાંઠા ના હિંમતનગર ખાતે વિશાળ રેલી યોજાઇ હતી તેમજ જીલ્લા સમાહર્તા ની આવેદનપત્ર આપી વિવિધ ૧૪ જેટલી માંગણીઓ મામલે રાજ્ય સરકારને રજૂઆત કરી ન્યાય અપાવવા અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં આજે ઓલ ગુજરાત કર્મચારી સંયુક્ત મોરચા નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર ખાતે એક વિશાળ રેલી યોજાઇ હતી જેમાં વિવિધ ૧૪ જેટલી માંગણીઓ રજૂઆત કરવામાં આવી હતી તેમજ હિંમતનગરના રિવરફ્રન્ટ થી જિલ્લા સેવા સદન ખાતે રેલી કરાયા બાદ સાબરકાંઠા જિલ્લા કલેકટરને પત્ર આપી જૂની પેન્શન પદ્ધતિ બનાવવાની મુખ્ય મંત્રી હતી સાથે અન્ય 14 જેટલી માંગણીઓ મામલે રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે રજૂઆત કરી યોગ્ય ન્યાય અપાવવા અનુરોધ કર્યો હતો. જોકે આજે યોજાયેલી રેલી દરમિયાન સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે આગામી 17 તારીખ સુધીમાં રાજ્ય સરકાર ચોક્કસ નહીં કરે તો રાજ્ય સરકાર સામે હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ ઝોન કક્ષાએ 20,000 થી વધારે સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ કરાશે સાતો સાત આગામી સમયમાં આમલી રાજ્ય સરકારને તાત્કાલિક કુંભકર્ણની નિંદ્રામાંથી જાગૃત કરવા આહવાન કરાઈ છે ત્યારે જોઈ રહી છે કે આ મામલે આગામી સમયમાં કેવા અને કેટલાક પરિવર્તનો કામ કરશે.