છેલ્લાં પાંચ વર્ષમાં દુનિયામાં મોટાભાગની માનવ વસ્તીને ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનું વળગણ લાગી ચૂક્યું છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ થકી માનવ હવે મનોરંજ કરી મજા આનંદ માણતો થયો છે. જો કે, સોશિયલ મીડિયામાં થતી મજાક કોઈવાર જોખમી પુરવાર થાય છે તે વાતનો પુરાવો તાજેતરમાં કેરળમાં બનેલી એક ઘટના સાથએ મળ્યો છે. કેરળમાં ફેસબુક પર જ ચેટ કરી મજાક કરનારા ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જો કે, આ સભ્યો એક જ પરિવારના છે તેવો ખુલાસો થાય તે પહેલાં જ ત્રણેયની જીંદગી થંભી ગઈ હતી.
કેરળના કોલ્લમ જિલ્લામાં પાદંડાના ઢગલામાંથી એક નવજાત મળી આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં નવજાતની માતા પણ તે જ જિલ્લાનું હોવાનું બહાર આવ્યું હતુ. પોલીસે મહિલાની કરેલી પૂછપરછ દરમિયાન નવજાતની માતાનું નામ રેશ્મા હોવાનું બહાર આવ્યું હતુ. પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે, રેશ્માનો પતિ વિદેશમાં રહે છે. રેશ્માએ તેના પતિ અને સંબંધીઓથી અંત સુધી પોતાના ગર્ભવતી, બાળક થવાની અને તેને ફેંકી દેવાની વાત છુપાવી હતી. રેશ્મા અને અનાડુ નામના એક ફેસબુક ફ્રેડ વચ્ચે ઘણાં સમયથી અફેર ચાલી રહ્યું હતુ. જેથી તે મહિલા તેના પ્રેમી સાથે ભાગવાની ફિરાકમાં હતી. આ માટે તેણીએ પહેલાં પોતાના જ નવજાત બાળકને બાગમાં છોડી દીધું હતું. આ પહેલા રેશ્મા તેના પ્રેમીને ક્યારેય મળી જ નહોતી. માત્ર ફેસબુક ઉપર સંપર્ક થયો હતો.
હવે રેશ્માના ફેસબુક બોયફ્રેન્ડ વિશે વધારે જાણકારી મેળવવા પોલીસે રેશ્માની નણંદ આર્યા અને તેની ભત્રીજી ગ્રિષ્માને બોલાવવા કવાયત શરુ કરી છે. રેશ્માના ઘણાં FB અકાઉન્ટ હતા. જેમાંથી એક અકાઉન્ટને ચલાવવા તેણે જે સિમનો યૂઝ કર્યો હતો તે આર્યાના નામે હતો. હવે આ કિસ્સામાં પોલીસ તેની તપાસ આગળ વધારે તે પહેલાં જ આર્યા અને ગ્રિષ્માએ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ પોલીસે ગ્રિષ્માના બોયફ્રેન્ડની અટક કરીને પૂછપરછ કરી તો તેણે પોલીસને જણાવ્યું હતુ કે, ગ્રિષ્મા અને આર્યાએ સાથે મળીને રેશ્માની સાથે મજાક કરવા એક યોજના ઘડી હતી. તે બંનેએ ફેસબુક પર અનાડુ નામથી એક નકલી પ્રોફાઇલ બનાવ્યું અને રેશ્માની સાથે પ્રેમની વાતો કરવાનું શરૃ કર્યું હતુ.
ગ્રિષ્માએ પોતે તેના બોયફ્રેન્ડને આ વાત કહી હતી. રેશ્માની નણંદ આર્યાએ આત્મહત્યા કરતા પહેલા પોતાની સાસુને આ વાતનો ખુલાસો કર્યો હતો. રેશ્માના પતિને ઘટનાની જાણ થતાં તે તાબડતોબ વિદેશથી કેરળ આવી પહોંચ્યો હતો. જે બાદ તેણે કહ્યું કે જો તેને આ વાતની જાણ હોત તો તે આ બધું રોકી શક્યો હતો. પરંતુ હવે મોડુ થઈ જતાં નવજાત સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે, આ ત્રણેય કમભાગીઓ એક જ પરિવારના છે. સોશિયલ મીડિયા પર ખોટા પ્રેમમાં સપડાયેલી રેશ્માને હાલ જેલમાં મોકલી અપાઈ છે.