આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ કે, ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપને છોડીને સામાન્ય લોકોમાં ઈમાનદાર માણસોની સંખ્યા વધારે છે તેમ તેમણે કહ્યું હતું. વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં જાગૃકતા ફેલાવવામાં સફળ રહી છે. અને આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા તરફથી અભૂતપૂર્વ પ્રેમ અને સમર્થન પણ મળી રહ્યું છે.
માંડલ ગામ, વિરમગામ વિધાનસભાના માલધારી સમાજના યુવાનો મોટી સંખ્યામાં કિરણભાઈ દેસાઈ જમાલપુર ખાડિયા ગુજરાત પ્રદેશ માલધારી સેલ મહામંત્રીના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીના હસ્તે આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.
માલધારી સમાજના યુવાનો અરવિંદ કેજરીવાલજીની રાજનીતિથી પ્રભાવિત થઈને પોતાના સંપૂર્ણ જોશ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને તેમનું કહેવું છે કે અમે આમ આદમી પાર્ટીમાં એટલે જોડાયા છીએ કેમ કે આમ આદમી પાર્ટી ફક્ત કહેતી નથી પરંતુ કામ કરીને બતાવે છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં આપેલી ગેરંટીઓ પૂર્ણ કરી છે અને અમને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી તે બધા કામ ગુજરાતમાં પણ કરી બતાવશે.
જે પ્રમાણે આમ આદમી પાર્ટી જનતા ના પ્રશ્નો માટે સરકાર સામે અવાજ ઉઠાવી રહી હતી ત્યારથી જ આમ આદમી પાર્ટી ની લોકપ્રિયતા દિલ્હી અને પંજાબ પછી ગુજરાત માં પણ વધી રહી હતી. ગુજરાતમાં દરેક વર્ગ અને સમાજ ના લોકો હવે આમ આદમી પાર્ટી ને પ્રાધાન્ય આપી રહ્યા છે. અને તાજેતરમાં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હી ના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી એ વીજળી, શિક્ષા, સ્વાસ્થ્ય, રોજગાર, વેપાર, આદિવાસી સમાજ અને મહિલાઓના મુદ્દે ગેરેંટી રૂપે ગુજરાતને જે ભેટ આપી છે તેનાથી ગુજરાત ના લોકો ઘણા ખુશ છે. તેમ તેમણે કહ્યું હતુ.ં