પોરબંદરમાં યોજાયેલ ગુજરાત ગૌરવયાત્રાના સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.ગુજરાત ગૌરવ યાત્રાની જાહેરસભા સુદામાચોક ખાતે યોજવામાં આવી હતી. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને રાજ્યકક્ષાના કેન્દ્રીય નાણાંમંત્રી ડો. ભાગવત કરાડે જાહેરસભાને સબોધિત કરી હતી. આ જાહેરસભામાં સુદામાચોક ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું. ત્યારે તહેવાર હોવા છતાં ભાજપ સમર્થક બહેનો પણ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ભગવાન શ્રી કૃષ્ણભૂમિ દ્વારકા થી પ્રારંભ થયેલી સુદામા અને ગાંધીભૂમિ પોરબંદર ખાતે ગૌરવયાત્રાનું શાનદાર સમાપન કાર્યક્રમ પોરબંદર સુદામાચોક ખાતે યોજવામાં આવ્યો હતો.
જેમાંપ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને રાજયકક્ષાના કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડો.ભાગવત કરાડ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોધરા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા,જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વિરાટ જાહેરસભામાં જિલ્લાભરમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું.જિલ્લાભરની મહિલાઓમાં વ્યાપક પ્રમાણમાં ભાજપ તરફી સમર્થન ઉભું કરવા માં મોખરે એવા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિમિષાબેન જોશી ઉપરાંત પોરબંદર શહેર ભાજપ મંત્રી મીનલબેન બલભદ્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઉષાબેન પરમાર, પ્રજ્ઞાબેન ચૌહાણ તેમજ મહિલા મોરચાના કીર્તિબેન પુરોહિત, વનીતાબેન સ્થાનકીયા, દક્ષાબેન ક નૈયા,રેખાબેન, યોગીતાબેન, ભાવનાબેન, કોમલબેન, મધુરીબેન, સંતોકબેન, જિજ્ઞાબેન, ગીતાબેન વગેરે અનેક સક્રિય બેનોના સહકારથી તહેવારના સમયમાં વ્યસ્ત હોવા છતાં પણ ૧૨૦૦ થી વધુ સંખ્યામાં બહેનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને યાત્રા સમાપનના કાર્યક્રમ ને અદ્ભુત સફળ બનાવ્યો હતો.