પાકિસ્તાનમાં લઘુમતીઓ અને મહિલાઓની સ્થિતિ આખી દુનિયા જાણે છે. હવે પાકિસ્તાનથી વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં 400 થી વધુ પાકિસ્તાનીઓ ‘મિનાર-એ-પાકિસ્તાન’ પર એક યુવતી સાથે ગેરવર્તન કરતા જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઘટના સ્થળે હાજર લોકો બળજબરીપૂર્વક છોકરીને ઉપાડી લે છે અને તેની સાથે ખરાબ વર્તન કરે છે. પાકિસ્તાનની લાહોર પોલીસે યુવતીની ફરિયાદના આધારે આ કેસમાં સેંકડો અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. વાસ્તવમાં પીડિત છોકરી ટિકટોક વીડિયો બનાવે છે, પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે તે તેના 6 સાથીઓ સાથે ગ્રેટર ઇકબાલ પાર્કમાં વીડિયો શૂટ કરવા માટે લાહોરમાં મિનાર-એ-પાકિસ્તાન નજીક પહોંચી હતી, જ્યારે તેની સાથે આ ભયાનક ઘટના બની હતી.
લાહોરના લૌરી અડ્ડા પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તે તેના છ સાથીઓ સાથે મિનાર-એ-પાકિસ્તાન નજીક એક વીડિયો શૂટ કરી રહી હતી. પછી તેના પર લગભગ 400 લોકોએ હુમલો કર્યો. તેણે કહ્યું કે તેના સાથીઓએ બચાવવાની ઘણી કોશિશ કરી, તેઓએ બાવાથી બચવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ લોકો સતત તેમની પાછળ પડ્યા રહ્યા. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ટોળાએ તેને ઉપાડી લીધી હતી અને તેને છોડાવવાની વિનંતી કરવા છતાં તેને ઉછાળતા રહ્યા અને છોકરીના કપડા પણ ફાડી નાખ્યા હતા. આ દરમિયાન તેના સાથીઓ સાથે પણ ઘણું ગેરવર્તન થયું હતું. ભીડમાં હાજર લોકોએ બળજબરીથી તેની વીંટી અને કાનની બુટ્ટી ઉતારી. તેનો મોબાઈલ ફોન, આઈડી કાર્ડ અને 15 હજાર રૂપિયા પડાવી લીધા હતા. લાહોર પોલીસે આ મામલે તપાસ શરૂ કરવાનું કહ્યું છે.