વાંસદાના ઉનાઈના એક યુવાન દ્વારા એક પરીવારની યુવતી ઘરે એકલી હતી ત્યારે દરવાજો તોડી ઘરમાં પ્રવેશી યુવતીને મારમારતા યુવતીએ બુમાબુમ કરતાં યુવક ત્યાંથી ચલૈં ગયો હતો આ બાબતે યુવતીના પિતાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પ્રકરણ અદાલતમાં પેન્ડીંગ છે 1દરમિયાન ફરિયાદીનું મોત નિપજતાં આરોપીએ ફરિયાદીના પુત્રને પ્રકરણમાં સમાધાન કરવા જણાવતા તેને માતાને પૂછીને જણાવવાનું કહેતાં આરોપીના ભાઈઓ ઉશ્કેરાઈ જઈને ગાળ ગલોચ કરતા યુવકે પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકરણની પ્રાપ્ત માહિતી એવી છે કે વાંસદાના ઉનાઈ ખાતે રહેતાં રામપલટ દાસની દીકરી 2017માં ઘરે એકલી હતી ત્યારે અરબાઝ પઠાણ ઓટલા પર ઉભી એક્ટિવા તોડી [પાડી અને ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશી સુનીતા સાથે શારીરિક અડપલાં કરતા તેણીએ બુમાબુમ કરતાં આજુબાજુના લોકોઆવી જતા અરબાઝ તેણીને ધમકી આપી ચાલી ગયો હતો પરંતુ બીજી વાર તું નહીં વ=બચે એવી ચેતવણી આપી હતી આ બાબતની જાણ તેણીના પિતા રામપલટ દાસને થતાં તેણે પોલીસમાં ફરીયાદ કરી હતી અને તે પ્રકરણ કોર્ટમાં પેન્ડીંગ છે જયારે ફરીયાદી રામપલટ દાસનું બે વરસ અગાઉ નિધન થઇ જવા પામ્યું હતું.
દરમીયાન ગત તા.12/5/2021ના રોજ રામપલટ દાસના પુત્ર દીલીપ રામપલટ દાસ બજારમાંથી પસાર થતા હતા ત્યારે ઇમારનખાને તેને બોલાવી કેસમાં સમાધાન કરવા અંગે કહેતા દીલીપે માતા સાથે વાત કરીને જણાવવાનું કહ્યું હતું પરંતુ આગળ જતા સલમાન,ઇઝમામ ,માજીદ અને અરબાઝ મળતા તેમણે કેસમાં સમાધાન કરવા બાબતે ઉશ્કેરાઈ જય ગાળ ગલોચ કરી ધમકી આપતાં દિલીપ રામપલટ દાસે વાંસદા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે 1)માજિદખાન વકીલખાન પઠાણ 2)ઇમરાનખાન માજિદખાન પઠાણ 3)અરબાઝખાન માજિદખાન પઠાણ 4)સલમાનખાન માજિદખાન પઠાણ તમામ રહે.ઉનાઈ સમયે આઈપીસીની કલમ 143,147,148,427,452,454,323,અને 504 અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી