અમેરિકામાં હવે પોલીસ અધિકારીની સુરક્ષા પણ જોખમમાં છે. તાજેતરમાં મેમ્ફિસમાં હોર્ન લેક વિસ્તારમાં બદમાશોએ પોલીસ અધિકારી પર ગોળીબાર કર્યો જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઘટનાની જાણકારી મળ્યા બાદ ઈજાગ્રસ્ત અધિકારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આ કેસમાં ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ત્રણેયની કડક પૂછપરછ ચાલી રહી છે. ચોથો આરોપી હજુ ફરાર છે. તે જ દિવસે, પોલીસના જણાવ્યા અનુસાર, વોશિંગ્ટન ડીસીમાં 15 વર્ષીય કિશોરને કથિત રૂપે ગોળીબાર કરવા અને બે સાથી વિદ્યાર્થીઓને ઈજાગ્રસ્ત કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
આ વર્ષે 2,000થી વધુ ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે : ડીસી મેટ્રોપોલિટન પોલીસ
મીડિયાને સંબોધતા ડીસી મેટ્રોપોલિટન પોલીસ વડાએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ આ વર્ષે 2,000 થી વધુ ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે, જે ગત વર્ષની સરખામણીમાં આશરે 800 જેટલા વધુ છે. ત્યારે અહેવાલમાં જણાવાયું છે કે, રવિવારે, 19 વર્ષીય રેમન સ્મિથે સવારે લગભગ 4.30 કલાકે શરૂ થયેલા ગોળીબારમાં 3 લોકોની હત્યા કરી હતી.
બંદૂક લઈ જવા પર પ્રતિબંધ
આ ઘટનાઓને જોતાં, અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, ન્યૂયોર્ક સિટી, ટાઇમ્સ સ્ક્વેર ડિસ્ટ્રિક્ટ સહિત જાહેર સ્થળોએ ટૂંક સમયમાં જ હથિયારો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અહેવાલમાં જણાવ્યું કે, ન્યૂયોર્ક શહેરમાં આવતા લોકો એવા સ્થળોએ ‘સંવેદનશીલ સ્થળો’ના બોર્ડ લગાવશે જ્યાં લોકો બંદૂક લઈ શકતા નથી. તેમણે કહ્યું કે, પરવાનગી વિના કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની ગેરકાયદે વસ્તુઓ સાથે આ સ્થળો પર આવી શકશે નહીં.