ગીર સોમનાથ જિલ્લામાં 15 તારીખે સદભાવના ગ્રાઉન્ડ બાયપાસ ચોકડી પાસે રાજ્યકક્ષાના આયોજન કરવામાં આવશે તેની આજે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી માનનીય મુખ્યમંત્રી આવશે સમગ્ર મોડલ અધિકારી સમીક્ષા બેઠક કરવામાં આવી હતી એમાં રાજકીય બિન રાજકીય લોકો હાજર રહે છે
ગીર સોમનાથ, સોમનાથમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા. ૧૫-૧૦-૨૦૨૨ ના રોજ યોજાનાર છે. જેના ભાગરૂપે ક્લેક્ટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી વેરાવળ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ પ્રદર્શન સ્ટોલ તેમજ ઈ-લોકાર્પણ/ખાતમુહૂર્ત વિશે સંલગ્ન નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી. તા.૧૫-૧૦-૨૦૨૨ ના રોજ સદ્દભાવના ગ્રાઉન્ડ, બાયપાસ ચોકડી, પ્રભાસપાટણ ખાતે રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળો ઓક્ટોબર ૨૦૨૨-૨૩નું મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થનાર છે. જેમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ નાગરિકો પણ ભાગ લેવાના છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન તેમજ વ્યવસ્થા અને દેખરેખ માટે સંકલનથી વિવિધ પ્રકારની કામગીરી અંગે જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને અત્રે ઉલ્લેખનીય છે કે, માહિતગાર કર્યા હતાં.