કેનેડાના ઓન્ટારિયોમાં અમદાવાદના 19 વર્ષીય વર્સીલ પટેલનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. ગુજરાતી યુવક વર્સિલ પટેલ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગયો હતો જ્યાં ગઈકાલે તેનું માર્ગ અકસ્માતમાં મૃત્ય થયું હતું. મિત્રોએ વર્સિલના મૃતદેહને ભારતમાં લાવવા માટે ક્રાઉડફંડિંગ ઝુંબેશ શરૂ કરી છે, જેનો ખર્ચ $30,000 થશે. અત્યાર સુધીમાં લગભગ 21 હજાર ડોલર એકત્ર થયા છે અને હજુ 9000 ડોલરની જરૂર છે.
હર્ષિલનો મૃતદેહ કેનેડાથી ગુજરાતના અમદાવાદ શહેરમાં લાવવા માટે $30,000 સુધીનો ખર્ચ થઈ શકે છે. આ માટે ક્રાઉડ ફંડિંગ શરૂ થયું ત્યારથી 21,177 કેનેડિયનોએ નાણાં એકત્ર કર્યા છે અને હજુ પણ લગભગ $9000ની જરૂર છે.
કેનેડાના શહેર બેરી, ઓન્ટારિયોમાં એક સ્થાનિક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે 21 જુલાઈના રોજ રાત્રે 10.15 વાગ્યે કારની ટક્કરથી અમદાવાદના વિદ્યાર્થી હર્ષિલ પટેલનું નું મૃત્યુ થયું હતું. ઘટના બાદ એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.