મુંબઈમા ગુરુવારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મકાન નજીક જ શંકાસ્પદ કાર મળી આવતા દોડધામ મચી ગઈ હતી. જે બાદ પોલીસે કારની તપાસ કરતા તેમાંથી 20 જિલેટીન મળી આવ્યા હતા. આ જિલેટીન વિસ્ફોટ હોય છે. તેથી પોલીસ સાથે હવે એટીએસની ટીમ પણ તપાસમાં જોતરાઈ ગઈ છે. મુકેશ અંબાણીના આલીશાન બંગલા એંટીલિયાની બહાર ગુરુવારે એક સંદિગ્ધ કાર દેખાય હતી. આ અંગેની જાણ થતાં જ પોલીસ ઉપરાંત એન્ટી બોમ્બ સ્કવોડ તથા મુંબઇ એટીએસની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી.
જે બાદ તે એસવીયુ કારની તપાસ કરવામાં આવતા કારમાંથી જિલેટીનની લાકડીઓ મળી હતી. આથી તુરંત જ ડોગ સ્કવોડને પણ બોલાવાઈ હતી. બીજી તરફ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ઘટનાને પૃષ્ટિ આપતા કહ્યું હતુ કે મુંબઇમાં મુકેશ અંબાણીનાં નિવાસ સ્થાન નજીકથી એક કાર મળી છે, અને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ ઘટનાની તપાસ કરી રહી છે.
અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓએ આસપાસનાં સીસીટીવી કેમેરા ફુટેજ મેળવ્યા છે. શંકાસ્પદ કાર કોની છે અને કોણ તે સ્થળે મુકી ગયું છે તે અંગે પણ ઝીણવટપુ્ર્વક તપાસ કરવામાં આવી રહી છે. જિલેટીન એક વિસ્ફોટક સામગ્રી છે. ટેકનીકલ ભાષામાં તેને નાઇટ્રોસેલ્યુલોઝ અથવા ગન કોટન પણ કહેવામાં આવે છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કારમાંથી મળી આવેલી કેટલીક નંબર પ્લેટ મુકેશ અંબાણીના સુરક્ષા કાફલામાં ઉપયોગ થતી ગાડીઓના નંબર સાથે મેચ થાય છે.
જેને કારણે પોલીસ અને એટીએસ હવે આ કેસમાં કોઈ આતંકી કનેકશન છે કે નહીં તેની તપાસમાં જોતરાય છે. તપાસ દરમિયાન બહાર આવ્યું હતુ કે, બુધવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ સ્કોર્પિયો કાર ત્યાં ઉભી રાખવામાં આવી હતી. ત્યાં બે વાહન જોવા મળ્યા હતા. જેમાં સ્કોર્પિયો કાર સિવાય એક ઈનોવા પણ હતી. સંદિગ્ધ કારની જાણકારી અંબાણીના ઘરની સુરક્ષામાં તૈનાત કર્મીઓએ સ્થાનીક પોલીસને આપ્યા બાદ તરત જ તપાસ શરૃ કરી દેવાઈ હતી. ડોગ સ્ક્વોર્ડ અને બોમ્બ સ્ક્વોર્ડને પણ બોલાવીને તપાસ કરાઈ છે. આ ઘટના પછી અંબાણીના ઘરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવી દેવાઈ હતી.