ચીચીનાગાવઠા વન વિભાગ ની ટીમે વઘઇ નજીક પલ્ટી મારેલી પીકઅપ વાન માંથી ગેરકાયદેસર સાગી લાકડા નો જથ્થો ઝડપી પાડી કુલ ચાર લાખ ત્રીસ હજારનો મુદામાલ કબ્જે કર્યો
ચીચીનાગાવઠા વન વિભાગની ટીમે પીક અપ વાનની તલાસી લેતા અંદર છુપાવેલા ગેરકાયદેસર સાગી ચોરસા કબ્જે કર્યો જયારે લાકડા ચોરી ને અંજામ આપનાર બે આરોપી ફરાર
ચીચીનાગાવઠા વન વિભાગની ટીમે વઘઈ-આહવા મુખ્ય માર્ગ પર તસ્કરી કરતી વાન ને ઝડપતાં લાકડાચોરોમાં ફફડાટ

મળતી માહિતી મુજબ ડાંગ વનવિભાગ ની ચીચીનાગાવઠા રેંજ વિસ્તાર માંથી ગેરકાયદેસર સાગી લાકડા ની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગ ના ડીએફઓ નિલેશ પંડયા ને મળી હતી જે બાતમી ને આધારે ચીચીનાગાવઠા રેન્જના આરએફઓ ગણેશ ભોયે સહિત ના વન વિભાગ ની ટીમે વઘઇ આહવા મુખ્ય માર્ગ પર ધોળેદિવસે વોચ ગોઠવી ચેકિંગ આરંભ્યું હતુ તે દરમિયાન બપોરે બે વાગ્યે ના સુમારે બાતમી વાળી એક શંકાસ્પદ વાઇટ કલર ની પીકઅપ વાન વન વિભાગ ની ટીમ ને નજરે ચઢતા વન વિભાગ ની ટીમે બાતમી વાળી પીકઅપ અટકાવાનો પ્રયત્ન કર્યો હતો પણ ગેરકાયદેસર સાગી લાકડા નો જથ્થો ભરેલી પીકઅપ વાન ના ચાલકે ગભરાઇ જતા પુરપાટ ઝડપે પીકઅપ વાન વઘઇ તરફ હંકારી દીધી હતી જે પીકઅપ વાન ન ને ચીચીનાગાવઠા વન વિભાગ ની ટીમે ફિલ્મી ઢબે પીછો કરતા ગેરકાયદેસર સાગી લાકડા ભરેલી પીક અપ વાન ના ડ્રાઇવરે વન વિભાગ ની મોબાઇલ વાન નંબર જીજે ૧૫ જી ૦૮૪૪ ને ત્રણ વખત ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કરતા પીકઅપ ગાડી નંબર જીજે ૨૧ વી ૫૯૭૭ ના ચાલકે વઘઇ ખેતીવાડી હાઇસ્કુલ નજીક ચાલુ ગાડી એ કુદી પડતા પીકઅપ વીજ પોલ સાથે અથડાઈ ને પલ્ટી મારી ગઇ હતી જયારે પીક વાન માં લાકડા ચોર ડ્રાઇવર સાથે વાન માં સવાર અન્ય એક ઇસમ જંગલ માં ભાગી છુટવા માં સફળ રહ્યો હતો જયારે વન વિભાગ ની ટીમે અકસ્માત સર્જાયેલી પીક અપ વાન ની તલાસી લેતા પીક અપ વાનમાં છુપાવેલા સાગી લાકડા નો જથ્થો મળી આવ્યો હતો જે સાગી લાકડા સાગી ચોરસા નંગ ૧૫ અને ધન મીટર ૨.૦૦૬ જેની બજાર કિંમત ૧.૮૦ હજાર જ્યારે પીક અપ વાનની કિંમત ૨.૫૦ હજાર મળી ને પીક વાન સાથે કુલ ૪.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચીચીનાગાવઠા રેંજ ના આરએફઓ ગણેશ ભોયે એ પીક વાન ના રજીસ્ટ્રેશન નંબર ના આધારે ગુનો નોંધી ને સાગી લાકડા ની તસ્કરી કરનારા ફરાર બે આરોપી ને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા