રિવર લીન્ક યોજના કાયમ માટે સ્થગિત કરાઈ છે.કોંગ્રેસના ધારાસભ્યને ડેમ નો ડર નથી ૨૦૨૨ નો ડર છે : મંત્રી નરેશ પટેલ
ભાજપના યુવા મોર્ચા દ્વારા ટાંકલ થી સુરખાઈ સુધી વિશાળ રેલી યોજવામાં આવ્યા બાદ રિવર લિન્ક યોજનાને સ્થગિત કરવાના નિર્ણય માટેના આભાર સંમેલનની શરૂઆતમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે ઉપસ્થિતોને આવકારી સંમેલનની રૂપરેખા આપી હતી.બાદમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે આદિવાસીઓના ઉત્થાન માટે જંગલની જમીન સહિત અનેક કામો ભાજપ સરકાર કરી રહી છે.વાંસદાના ધારાસભ્ય સમાજના નામે,ડેમના નામે લોકોને ભેગા કરી લોકોને ગુમરાહ કરી રહ્યા છે.ગુજરાત સરકારે કરાર જ કર્યો નથી.ત્યારે રિવર લીન્ક યોજના બનાવની જ નથી.પરંતુ ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ રાજકીય રોટલા શેકવા નીકળી છે.

કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રિવર લીન્ક યોજનાની શરૂઆત ૧૯૮૦ માં અને ૧૯૯૫ માં પ્રથમ ફિઝિબિલિટી રિપોર્ટ બન્યો હતો.ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભૂતકાળમાં આદિવાસીના ધરે રાત્રી રોકાણ કરી નાગલીના રોટલા પણ ખાધા છે.જેથી તેમને આદિવાસીઓની બધી જ વ્યથા ખબર છે.અને તેથી આદિવાસીઓનું અહિત કરી કોઈ યોજના બનાવવાનો પ્રશ્ન જ નથી.આજે ખેતી સાથે પશુપાલનના વ્યવસાય દ્વારા પણ આદિવાસી સમાજના લોકોને ધર આંગણે રોજગારી મળી રહી છે.પરંતુ પાણીની વ્યવસ્થા ન હોય તો આ શક્ય નથી.ત્યારે અમારી સરકાર રિવર લિન્ક યોજના તો કાયમી સ્થગિત કરી જ છે.

પરંતુ દક્ષિણ ગુજરાતની નદીઓ ઉપર ખેડૂતોની એક પણ ઇંચ જમીન લીધા વિના મોટા ચેકડેમો બનાવી ઉદવહન સિંચાઈ મારફતે ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવશે.આ માટે બજેટમાં ૯૪-કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે.હાલે બલ્ક પાઇપ લાઈનની ૫૫૦-કરોડ રૂપિયાની યોજનાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.જેના દ્વારા મધુબન ડેમમાંથી ચીખલી,વાંસદા વિસ્તારમાં પાણી લવાશે તે મધુડેમ છે તો શક્ય બન્યું છે.આદિવાસીઓની સુખાકારી માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.સાથે તેમણે ૨૦૨૨ માં વાંસદામાં ભાજપનો જ ધારાસભ્ય હશે તેમ જણાવ્યું હતું.
મંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે ઉકાઈ ડેમ છે તો હરિયાળી છે.આપણી રાજ્ય સરકારની સંમતિ જ નથી.તો રિવર લિન્ક યોજના શરૂ કરવાનો પ્રશ્ન જ નથી.અને કોઈ વિસ્થાપિત થવાનું નથી.કોંગ્રેસની સ્થિત હાલે ડામડોળ છે.ધારાસભ્ય અનંત પટેલને ખબર છે કે ૨૦૨૨ માં જોખમ છે.એટલે ડેમના નામે ભ્રામક પ્રચાર કરી લોકોને ગુમરાહ કરે છે.એ લોકોને આદિવાસીઓનો ઠેકો નથી અમે પણ આદિવાસી સમાજ માટે લડતા રહીશું ભલે જે પક્ષમાં હોઈએ પરંતુ આદિવાસી સમાજનું અહિત થતું હશે તેવા સંજોગોમાં અમે આદિવાસી સમાજ સાથે જ રહીશું.
આભાર સંમેલનમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર,પૂર્વ પ્રમુખ અમીતાબેન પટેલ,જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ,જીજ્ઞેશભાઈ નાયક,ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ,કાવેરી સુગરના ચેરમેન આનંદભાઈ દેસાઈ,બાંધકામ અધ્યક્ષ દિપાબેન પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાવિત,કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ,ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.