સુરત પાટીદાર સમાજ અનામત આંદોલન સમિતિ દ્વારા આયોજિત તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય પાર્ટી ની સાથે સાથે વિવિધ સંગઠનો પણ એક્ટિવ થયા છે પાસ દ્વારા આજરોજ તિરંગા યાત્રાનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા PAAS દ્વારા યોજવામાં આવેલી તિરંગા યાત્રામાં સુરતના ક્રાંતિ ચોક થી નીકળીને સરદાર પ્રતિમા માનગઢ ખાતે આ તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આઝાદીના 75 વર્ષ અંતર્ગત તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિના સાત વર્ષ પૂર્ણ થયા છે 25 ઓગસ્ટ ના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ ઉજવાયો હતો 26 ઓગસ્ટના રોજ પાટીદાર સહિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તારીખ 28 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા થતી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા પદ યાત્રામાં પાસ ના કન્વીનરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભાજપના વરાછા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણી પણ જોડાયા હતા
સુરત પાટીદાર સમાજ અનામત આંદોલન સમિતિ દ્વારા આયોજિત તિરંગા પદયાત્રામાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા રામ ધડુક સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા ધર્મેશભાઈ સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા તેમજ કોર્પોરેટર શ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા.