ઓસ્ટ્રેલિયાની સંસદમાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સરકારમાં સંસદ સભ્યો દ્વારા થતી સેક્સ પ્રવૃત્તિ ચરમસીમાએ હતી. વળી, આ પ્રવૃત્તિમાં સંસદની ગરિમા જ લજવાઈ છે કારણ કે, વાયરલ થઈ રહેલા વીડિયામાં સંસદ ભવનના દ્રશ્યો દેખાય રહ્યા છે. હાલ આ ઘટનાને પગલે ઓસ્ટ્રેલિયાના રાજકારણમા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના સામે આવતા આખા દેશમાં આરોપીઓ વિરૂદ્ધ જોરદાર પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. આ પ્રદર્શનમાં ઓસ્ટ્રેલિયાની મહિલા સાંસદ પણ જોડાઈ રહી છે.એક વીડિયોમાં એક શખ્સ મહિલા સાંસદના ડેસ્ક પાસે જ હસ્તમૈથુન કરતો નજરે પડી રહ્યો છે. આ ઘટસ્ફોટ બાદ સ્કોટ મોરિસનની સરકારની મુસીબત વધુ એક સ્કેંડલને કારણે વધી છે. બીજી તરફ પ્રધાનમંત્રી મોરશનના કર્મચારીએ એક મહિલા સરકારી કર્મચારી સાથે બળાત્કાર કેસમાં યોગ્ય કાર્યવાહી ન થતાં દેશમાં વિવાદ ઉભો થયો છે.
ચારેબાજુથી દબાણ વધતાં પ્રધાનમંત્રીએ બંને ઘટનાને ખુબ જ ઘૃણાસ્પદ ગણાવી હતી. ઓસ્ટ્રેલિયાની સરકારના આ સેક્સ વીડિયોને એક ગ્રુપ ચેટમાં શેર કરવામાં આવ્યો હતો જેને કોઈએ જાહેર કરી દીધો હતો. આ વીડિયોને લઈને ખુલાસો થતાની સાથે જ સનસનાટી મચી ગઈ છે. પ્રાર્થના રૂમનો જ સેક્સ કરવા માટે થતો હોય તેવું દ્રશ્યમાં સામે આવ્યું છે. વીડિયો લીક કરનારની ઓળખ ટોમ તરીકે કરાઈ છે. ટોમે જણાવ્યું હતું કે, સરકારી કર્મચારી અને સાંસદ અવાર નવાર સંસદમાં આવેલા પ્રાર્થના રૂમનો ઉપયોગ સેક્સ કરવા માટે કરતા હતાં. સેક્સ વર્કર્સને સંસદની ઈમારતમાં લઈ જવાયા બાદ ગઠબંધન સરકારના સાંસદોને મજા કરાવાતી હતી. કેટલાક સમયથી સંસદના કર્મચારીઓ વચ્ચે અવારનવાર અસ્લીલ તસવીરોની આપ-લે થઈ રહી હતી. અહીંના પુરૂષ કર્મચારીઓને લાગતુ હતું કે, તે કંઈ પણ કરી શકે છે. વળી, તેઓ કોઈ જ કાયદો તોડી રહ્યા નથી તેવું પણ માનતા થઈ ગયા હતા. જોકે આ મામલે ખુલાસો થતા સરકારે એક કર્મચારીને ડીસમીસ કરી દીધો હતો. ઘટનાને પગલે મહિલા બાબતોના મંત્રી મરિસે પાયને કહ્યું હતું કે, સરકારે આ સંપૂર્ણ મામલે તપાસ કરીને જવાબદાર સામે પગલા ભરવા જોઈએ.