અમેરિકાના ઓક્લાહોમા શહેરમાં એક મહિલાની કૂખે તેના પતિના મૃત્યુના 14 મહિના પછી બાળક અવતર્યું છે. એક પતિના મૃત્યુના 14 મહિના બાદ મહિલા બાળકને કઈ રીતે જન્મ આપી શકે તેવા સવાલો ઉઠવા આ ઘટનાથી સ્વભાવિક છે. પરંતુ આ સત્ય છે. ઓક્લાહોમા શહેરમાં રહેતી સારા શેલેનબર્ગરે આ વર્ષે 3 મેના રોજ પુત્ર હેસને જન્મ આપ્યો છે. સારા શેલેનબર્ગર એક સાયન્સ પ્રોફેસર છે અને તેનો પતિ સ્કોટ પણ સાયન્સ પ્રોફેસર હતો. 40 વર્ષની સારા શેલેનબર્ગરના 41 વર્ષીય પતિ સ્કોટનું 2020માં ફેબ્રુઆરીમાં હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતુ. હવે સારાએ આ વર્ષે મે મહિનામાં બાળકને જન્મ આપ્યો હતો. આ વાતને સાંભળીને સૌને આશ્ચર્ય થઈ રહ્યું છે.
ઘટના અંગે સારા શેલેનબર્ગર કહે છે કે, સ્કોટ સાથે લગ્નજીવનની શરૃઆત કર્યા બાદ ઘણા વર્ષો પછી પણ અમને બાળક થતું નહોતું સ્કોટ સાથે અમારી પહેલી મુકાલાત કોલેજમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. પરંતુ અમે પહેલી વખત 2017માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતુ. જ્યારે સ્કોટે સોશિયલ મીડિયા દ્વારા મારો કોન્ટેક્ટ કર્યોહતો. ત્યારબાદ અમારી મુલાકાતનો સિલસીલો આગળ વધતો રહ્યો હતો. આખરે 4 મહિના બાદ અમે સગાઈ કરી અને પછી સપ્ટેમ્બર 2018માં લગ્ન કરી લીધા હતા. સારા શેલેનબર્ગરે વધુમાં જણાવ્યું કે, અમે બંને ઓછામાં ઓછા ત્રણ બાળકો ઈચ્છતા હતા. અમારો પરિવાર હસતો રમતો રહે તે માટે ઘણા ઉત્સાહિત હતા. તેથી લગ્ન પછી બાળક લાવવા માટે પ્રયાસ શરૂ કરી દીધા હતા.
પરંતુ ઘણા સંઘર્ષ પછી પણ હું ગર્ભવતી થઈ શકી નહીં. ત્યારબાદ અમે ડૉક્ટરનો સંપર્ક કર્યો અને અમારી પાસે માતા-પિતા બનવાનો એક માત્ર ઉપાય IVF હતો. ડૉક્ટરની સલાહ મુજબ મેં અને સ્કોટે બાર્બાડોસ ફર્ટિલિટી ક્લિનિકમાં ભ્રૂણને સુરક્ષિત રાખ્યું હતું. જો કે, તેના થોડા દિવસો બાદ સ્ટોકનું મૃત્યુ થઈ ગયું હતુ. સ્કોટની ઈચ્છા હતી કે, હું તેના બાળકને જન્મ આપું, તેથી ગયા વર્ષે મેં IVF દ્વારા મેં માતા બનવાનો નિર્ણય લઈ અને તેની સારવાર શરુ કરી હતી. ઓગસ્ટમાં મને ગર્ભ રહી જતા હું ખુશ થઈ હતી. બસ આજે મને દુખ માત્ર એટલું જ છે કે આ બાળક સાથે હવે સ્કોટ રમતા દેખાશે નહીં,.