દુનિયાના અનેક દેશમાં હજી પણ લોકોને સરકારી નોકરી કરવામાં વધુ રસ છે. ભારત જેવા દેશમાં તો આજે પણ સરકારી નોકરી માટે કરોડો લોકો પ્રયાસો કરી રહ્યા છે. જો કે, કેટલાક કિસ્સામાં સરકારી નોકરી છોડીને પોતે વેપાર ધંધા કરી લાખો કરોડોની કમાણી રહ્યાના કિસ્સા પણ બહાર આવી રહ્યા છે. હાલ બ્રિટનમાં એક સુંદર યુવતીએ પણ આ જ પ્રકારે નોકરી છોડી દીધા બાદ કરોડોની કમાણી કરવાનુ શરૃ કર્યું છે.
બ્રિટનમાં રહેતી ચારલોટે રોઝ નામની સુંદર યુવતીને 2013ની શરુઆતમાં જ પોલીસ વિભાગમાં અધિકારી તરીકે નોકરી મળી હતી, જે બાદ તેણીએ પોતાની નોકરી શરુ કરી પરંતુ પોલીસ તંત્રમાં પૂરૂષ અધિકારીઓના દબદબાથી તેને મુશ્કેલી થવા માંડી હતી. આથી તેણે એક વર્ષ સુધી પોલીસની નોકરી કર્યા પછી વર્ષ 2014માં રાજીનામું આપી દીધું હતું. હવે આજીવીકાનો પ્રશ્ન ઉભો થતાં જ ચારલોટ રોઝે મોડેલિંગમાં જવાનો નિર્ણય કર્યો હતો. દેખાવે સુંદર હોવાથી તેને આ ક્ષેત્રમાં સફળતા મળવા સાથે સારી કમાણી થવાની આશા હતી.
આખરે તે Lingerie મોડલ બની ગઈ. તેના પછી તે વર્ષ 2016માં Onlufans વેબસાઈટ સાથે તે જોડાઈ હતી. આ પ્લેટફોર્મ પર પહોંચ્યા બાદ વેબસાઈટ ઉપર તેના ચાહકોની સંખ્યા વધવા માંડી હતી. જેનાથી તેની આવકમાં નોંધપાત્ર વધારો થતો ગયો. દરમિયાન તેણીએ પોતાના કન્ટેન્ટ માટે એક મર્યાદામાં રહીને કામ કરવા માંગે છે. તે પોતાના હોટ અને બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરીને દર મહિને રૂ.1,50,000 પાઉન્ડની કમાણી કરી રહી છે. ચારલોટે રોઝના કેટલાક ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને બ્રિટન ઉપરાંત દુનિયામાંથી મોટાપાયે પસંદ કરવામાં આવી રહ્યા છે. આ યુવતીને માટે પોલીસ અધિકારીની નોકરી છોડવી ફાયદેમંદ સાબિત થયું છે.