ગઈકાલે ગાંધીનગરમાં રીવર લિંક પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજના ઉમરગામથી લઈને અંબાજી સુધીના આદિવાસીઓ એકત્રિત થયા હતા. તેમણે પોતાના વિવિધ હક્કોને લઈને માંગણી કરી હતી. આદિવાસીઓએ રીવરલિંક પ્રોજેક્ટની સાથે સાથે અન્ય કેટલીક માંગણીઓ પણ કરી હતી ત્યારે આદિવાસીઓના હક્કોની માંગણીઓને લઈને આમ આદમી પાર્ટીએ પણ સૂર પુરાવ્યા છે.
આમ આદમી પાર્ટીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ઈસુદાન ગઢવીએ આદિવાસીઓના હક્કોને લઈને કહ્યું કે, શિક્ષણની સાથે સાથે આદિવાસીઓને સરકાર હેરાન કરી રહી છે. તેમના હક્કો ઝૂંટવી રહી છે. મતદાનમાં આગેવાનોને આગળ કરી આદિવાસીઓને ભ્રમિત કરવામાં આવે છે. રીવર લિંક સિવાયના અન્ય પ્રોજ્ક્ટનો પ્રજાએ વિરોધ નથી કર્યો. અમે આદિવાસી સમાજની મુલાકાત લીધી હતી અને તેમના પ્રશ્નો જાણ્યા હતા.
આદિવાસીઓને ભોગે પ્રોજેક્ટ આવી રહ્યો છે. પરંતુ પૂરતું વળતર, લાભ ના મળે તેમને સાથે ના ચાલે માટે આદિવાસીઓને આપ પાર્ટીનું દરેક ક્ષેત્રે સમર્થન આપે છે. અને તેમના આંદોલનમાં આપ સમર્થન કરશે. આદિવાસીઓને તમે સાંભળશો નહીં તો આદિવાસીઓ તમને આવનારી વિધાનસસભાની ચૂંટણીમાં તમને જવાબ આપશે. તેવું આપ નેતા ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.