વલસાડ જિલ્લાના ઇતિહાસમાં સગીરા સાથે દુષ્કર્મના પૉક્સો કેસના પ્રથમ ચુકાદામાં ૧૩ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના કેસની પીડિતા તથા તેની માતા નિવેદનમાંથી ફરી જવા (Hostile થવા ) છતાં માત્ર મેડિકલ પુરાવાના આધારે આરોપીને અદાલતૈ દોષિત ઠેરવ્યો હતો. કેસ ની વિગત એવી છે કે વાપી ખાતે ૧૩ વર્ષીય બાળકી સાથે આરોપી રામચંદ્ર રામુ બાબુરામ મિસ્ત્રીએ દુષ્કર્મ કરતા તે અંગે ફરિયાદ વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ કેસ વલસાડ ની સ્પેશ્યિલ પૉકસો કોર્ટમાં ચાલતા સુનાવણી દરમ્યાન પીડિતા તથા તેની માતા પોતાના નિવેદનમાંથી જુબાની દરમ્યાન ફરી ગઇ (Hostile થયેલ) હોવા છતાં દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાની સારવાર કરનાર ડૉક્ટરે આપેલા પુરાવા અને એફ એસ એલ રિપોર્ટમાં ભોગ બનનારનાં કપડાં ઉપર મળી આવેલ લોહીના આધારે ભોગ બનનાર સાથે બળાત્કાર થયેલ હોવાનું સાબિત થતું હોવાની દલીલો ડી જી પી અનિલ ત્રિપાઠીએ કરી સુપ્રીમ કોર્ટના હેમુદાન ગઢવી વિરૂદ્ધ ગુજરાત રાજ્યનો ચુકાદો રજૂ કરી આરોપીને માત્ર મેડિકલ પુરાવા અને એફ એસ એલના પુરાવા આધારે પણ આરોપીને દોષિત ઠેરવવા દલીલો કરતા સ્પેશ્યિલ કોર્ટનાં જજ શ્રી એમ આર શાહે ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને બળાત્કાર ના ગુનામાં દોષિત ઠેરવ્યો હતો.