ગુજરાતના ક્રિકેટ સ્ટેડિયમના અચ્છે દિન આવી ગયા છે.અમદાવાદ નરેદ્ર મોદી સ્ટેડિયમને 700 કરોડના ખર્ચથી વિશ્વનું નમ્બર વન સ્ટેડિયમ બનાવાયું છે.હવે બરોડામાં ક્રિકેટ સ્ટેડિયમ અધ્ધતન બનાવાઈ રહ્યું છે.
ગુજરાતમાં ક્રિકેટ સ્ટેડિયમ નવા આકાર લઇ રહ્યા છે.અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ માનવામાં આવે છે.વડોદરામાં નવું ક્રિકેટ સ્ટેડિયમ પણ ટુક સમયમાં બની ને તૈયાર થઈ જશે.રાજકોટમાં પણ ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે.ત્યાં ipl અને ઇન્ટરનેશન મેચો પણ રમાઈ ચુકી છે.હવે વડોદરામાં બનતું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થયા બાદ તે ગ્રાઉન્ડ પર ipl તેમજ બીજી ઇન્ટરનેશનલ મેચો રમાતી દેખાશે.આમ ગુજરાતમાં મુખ્ય ત્રણ સ્ટેડિયમો બની ગયા છે જેનો ફાયદો ગુજરાતના ક્રિકેટ રશિયાઓને થશે. બરોડા ક્રિકેટ એસોસિયેશનનું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યું છે . વડોદરાથી 21 કિલોમીટર દૂર વાઘોડિયા તાલુકાના કોટંબી ગામ નજીક જાંબુડીયાપુરા ગામની સીમમાં 43 એકર જમીનમાં રૂપિયા 150 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ આકાર લઈ રહ્યું છે.આવનારી સમયમાં ક્રિકેટ મેચની સિરીઝના આયોજન વખતે બરોડા અને રાજકોટના મેદાનમાં ક્રિકેટ મેચો રમાશે.અમદાવાદ બાદ આ બે સ્ટેડિયમ ગુજરાતમાં ક્રિકેટ તરફ આગળ વધતા પ્લેયરો વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બનશે.