સાતેક વર્ષથી ભારતમાં ભાગેડુ જાહેર થયેલા વિજય માલ્યાનો બંગલો ખરીદી કરનારા એકટલ સચીન જોષી સામે પોલીસે કાર્યવાહી કરી હતી. એક દિવસ અગાઉ ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં જેએમ જોશીના પુત્ર સચિન જોશીની ધરપકડ કરી હતી. ત્યારબાદ જોશીને 18 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. સચિન JMJ ગ્રુપના માલિક જગદીશ જોષીનો દીકરો છે. સચિન જોષી JMJ ગ્રુપનો પ્રમોટર પણ છે, જે પાન મસાલા, પર્ફ્યૂમ તથા દારૂનો વેપાર કરે છે. સચિન જોષીએ ટોલિવૂડ તથા બોલિવૂડમાં ઘણી ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે. ઉદ્યોગપતિ સચિન જોશીના પિતા જેએમ જોશી કે જેઓ ગુટકા કંપની જેએમજે ગ્રુપના માલિક છે. ત્યાં આવકવેરા વિભાગે છ દિવસ સુધી કંપનીની મુંબઈ સ્થિત વિવિધ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. રેડ પાડવાનો સિલસિલો 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થયો હતો. મંગળવારે બપોર સુધીમાં આઈટીએ રૂપિયા 1500 કરોડનું બેહિસાબી નાણું શોધી કાઢ્યું હતુ. સચીન જોષી સામે પોલીસે 22 હજાર કરોડના એક કૌભાંડમાં કાર્યવાહી કરી હોવાનું આઈટીએ જણાવ્યું છે. કાર્યવાહી કરતા આઈટી દ્વારા 1500 કરોડનું કાળું નાણું તથા 13 લાખ રૂપિયા રોકડા અને સાત કરોડના દાગીના કબજે કરાયા છે. રેડમાં JMJ ગ્રુપ દ્વારા લગભગ 398 કરોડ રૂપિયાની ગડબડી, હિમાચલ પ્રદેશમાં બે યૂનિટ લગાવવા અને અન્ય છેતરપિંડી કર્યાનો ખુલાસો થયો છે.
બ્રિટિશ વર્જિન આઈલેન્ડની એક કંપનીની સાથે વિદેશી સંપત્તિઓ મળી આવી હતી, જેનું એક કાર્યાલય દુબઈમાં હતું. સીબીડીટીનો આરોપ છે કે, આ કંપનીની કુલ સંપત્તિ 803 કરોડ છે, જેમાં ભારતમાંથી મળેલા ફંડનો મોટો હિસ્સો છે. આવકવેરા વિભાગે આરોપ મુક્યો છે કે, કંપનીએ ભારતીય કંપનીને 638 કરોડના શેર પરત કર્યા છે. સચિન જોશીએ વિજય માલ્યાનું ઘર લગભગ 73 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. અધિકારીઓએ રેડ દરમિયાન 13 લાખ કેશ, 7 કરોડની જ્વેલરી પણ જપ્ત કરી હોવાના અહેવાલો છે.