ભારતમાં કોરોનીની બીજી લહેર ધીમી પડી ચુકી હોવાનું સરકાર અને આરોગ્ય તંત્ર માની રહ્યું છે. દેશમાં દરરોજ નોંધાતા સરેરાશ કેસની સંખ્યામાં થયેલા ઘટાડાને તેનું મુખ્યકારણ માનવામાં આવી રહ્યું છે. તેવા સમયે જ સોમવારે ભારતમાં કોરોનાના નવા કેસ તો ઘટી ગયા હતા. દેશમાં સેમ્પલ લઈને કરાયેલા પરિક્ષણો પૈકી 30,818 સેમ્પલમાં જ કોરોના વાયરસની પૃષ્ટિ થઈ હતી.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં 20,126નો ઘટાડો થયો છે. 14 દિવસમાં સૌથી વધારે રિકવરી આવી છે. આ પહેલા 28 જૂને 20,872 એક્ટિવ કેસ ઓછા થયા હતા. દેશના 8 રાજ્યો પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, તમિલનાડુ, મિઝોરમ, ગોવા અને પોન્ડિચેરીમામાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે.
કોરોનાના કારણે દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. જેમાં છત્તીસગઢ, કર્ણાટક, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્ર પ્રદેશ અને ગુજરાત સામેલ છે.
આ દરમિયાન સોમવારે 48,916 સાજા થયા હતા. જો કે, આ જ દિવસે કોરોનાને કારણે મોતને ભેટનારાઓની સંખ્યા 2 હજાર કરતા પણ વધુ નોંધાતા ખળભળા મચી ગયો છે. 27 દિવસ બાદ ભારતમાં મોતની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. સોમવારે આરોગ્ય મંત્રાલયે દેશમાં 2,024 કોરોનાગ્રસ્તોના મોત થયાની પૃષ્ટિ કરી હતી. આ પહેલા 16 જૂનના રોજ ભારતમાં 2 હજારથી વધારે લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા હતા.
તે દિવસે મૃતાંક 2,329 નોંધાયો હતો અને એકલા મધ્ય પ્રદેશમાં 1,481 મોત નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં પહેલા 9 જુલાઈના રોજ જૂની મોતના એડજસ્ટમેન્ટ બાદ 738 મોત નોંધાયા હતા. મોતના આંકડાઓ એડજસ્ટ કરવાની શરૂઆત 17 મેથી થયા બાદ જૂનના છેલ્લા 2 દિવસ અને જુલાઈની શરૂઆતમાં 2 દિવસ જૂના મોતના આંકડાઓ કુલ મૃતાંકમાં સામેલ કરાયા હતા.