પોરબંદર આમ તો સુદામાનગરી છે પરંતુ શહેરનાં માર્ગો પર ફરતા રેઢીયાળ પશુઓને કારણે ગોકુલનગરી બની ગઇ છે. શહેરમાં અનેક વખત પશુઓને કારણે અકસ્માતો સર્જાયા છે. સાથે -સાથે આખલાની ઢીકે ચડી ગયેલા કેટલાક લોકો યમધામ પણ પહોંચી ગયા છે. આ રેઢીયાળ પશુઓનો ત્રાસ માત્ર પોરબંદર શહેરમાં જ નહીંૅ આ રાજય ભરની સમસ્યા છે ત્યારે હાઇકોર્ટે આ બાબતને ખુબ ગંભીરતા પૂર્વક લઇ અને રેઢીયાળ પશુઓનાં પ્રશ્ને સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી આકરી ટકોર પણ કરી હતી. આ ટકોર બાદ રાજયનાં અન્ય શહેરોની મહાપાલિકા અને પાલિકા દ્વારા રેઢીયાળ પશુઓ પકડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદર-છાંયા નગરપાલિકા સરકારના આ પરિપત્રની રાહ જોઇને પાણીમાં બેસી ગઇ છે તેવી ચર્ચા શહેરભરમાં થઇ રહી છે. શહેરનાં મુખ્ય માર્ગો ઉપર રોજ આખલા યુઘ્ધ સજાર્ય છે અને લોકો ભયભીત થઇ અને આમ તેમ ભાગવા લાગે છે. શહેરમાં એક અંદાઝ મુજબ બે હજારથી પણ વધુ પશુઓ રઝળતા નજરે પડે છે. અને આ પશુઓમાં ખાસ કરીને આખલાઓ યમદુત બનીને ખુલ્લેઆમ ફરી રહયા છીએ. ત્યારે આ પશુઓ હજુ પણ યમદુત સમાન બની રહેશે. હાઇકોર્ટ અને સરકારની ટકોર બાદ પણ પોરબંદર-છાંયા નગરપાલિકા આ રેઢીયાળ પશુઓને પકડવાની કામગીરીમાં કેમ ઢીલી નીતિ દાખવી રહી છે. તેવા અનેક સવાલો શહેરીજનોમાં મનમાં ઉઠી રહયાં છીએ. પોરબંદર પાલિકા પાસે ઓડદર નજીક ગૌશાળા પણ આવેલી છે. અને ત્યાં રેઢીયાળ પશુઓને રાખી શકાય તેમ છે. આ ઢોરવાડા માટે સરકારે મહાનગરપાલિકા અને પાલિકાને ગ્રાંટ ફાળવવાનો પણ નિર્ણય કર્યો છે. પાલિકા પાસે ઢોર પકડવા માટેની ટીમ છે છતાં સરકાર અને હાઇકોર્ટનાં આદેશ બાદ પણ પોરબંદર શહેરમાં રેઢીયાળ પશુઓ ખુલ્લેઆમ ફરી રહયાં છીએ.