આગામી વિધાનસભાની ચૂંટણીની ઘડીયો ગણાઈ રહી છે. ત્યારે નવા વર્ષના બીજા જ દિવસે આજથી ભાજપે 182 બેઠકો માટે સેન્સર પ્રક્રિયા શરૂ કરી છે.અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર સહિતના શહેરોમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રીયા શરૂ કરાઈ છે જ્યારે આવતીકાલે રાજકોટમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે.
અમદાવાદમાં પણ શરુ થઈ આ બેઠકો પર સેન્સ પ્રક્રીયા
અમદાવાદ જિલ્લાની બેઠકો માટે પણ ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. જેતલપુર એપીએમસીમાં આજથી સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે જિલ્લાની 5 બેઠકોમાંથી 3 બેઠકો પર થશે. આજે ધોળકા, ધંધુકા દસકરોઈ બેઠક માટે કવાયત હાથ ધરવામાં આવશે. આ માટે મંત્રીઓ કનુભાઈ દેસાઈ, રાજેશ ચુડાસમા, પાટણ જિલ્લા પ્રભારી નવલકાબેન પ્રજાપતિ દાવેદારોને સાંભળશે.
ગાંધીનગરમાં અહીં થઈ રહી છે સેન્સ પ્રક્રીયા
આજે ગાંધીનગરની 5માંથી 3 બેઠકો પર આ કવાયત કરવામાં આવી છે. કલોલ, મહેસાણા, ગાંધીનગર ઉત્તર માટે પણ મંથન થશે. હાલ ત્રણેય બેઠકો કોંગ્રેસ પાસે છે જ્યારે ગાંધીનગર દક્ષિણ, દહેગામ માટે આવતીકાલે સેન્સ લેવામાં આવશે. આ બંને બેઠકો પર હાલમાં ભાજપનો કબજો છે. પૂર્વ મંત્રીઓ આરસી ફાળદુ, ઉદય કાનગડ, નિમુબેન બાંધનીયાને ગાંધીનગર જિલ્લાના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.