હવામાન વિભાગની આગાહી મુજબ 7 થી 11 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. લક્ષદ્વીપમાં ચોમાસું પહોંચી ગયું છે, હવે ટૂંક સમયમાં મુંબઈ પહોંચશે, ત્યારબાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે.
ગુજરાતમાં હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં પણ સર્ક્યુલેશનની શક્યતા વ્યક્ત કરી છે. 5મીએ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે. આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન 7 જૂનની આસપાસ લો પ્રેશર બની શકે છે. જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 7 થી 11 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. 5મીએ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે. લક્ષદ્વીપમાં ચોમાસું પહોંચી ગયું છે, હવે ટૂંક સમયમાં મુંબઈ પહોંચશે, ત્યારબાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે.
15 થી 17 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ચક્રવાતને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં 8 થી 11 જૂન દરમિયાન વરસાદ થવાની સંભાવના છે. ચોમાસા અંગે તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં 15 થી 17 જૂન દરમિયાન ચોમાસું બેસી શકે છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં 22 જૂનથી ચોમાસું આવવાની ધારણા છે. 25.
હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે
ગઈકાલે હવામાન વિભાગે કહ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન વરસાદ થવાની સંભાવના છે. જો કે આ સમયગાળા દરમિયાન સામાન્ય વરસાદની અપેક્ષા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે. જ્યારે ઉત્તર તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ગરમીનો અનુભવ થશે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેશે. હવામાન વિભાગે અમદાવાદમાં 1 જૂન અને 4 જૂન માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.