એક જાણીતા અભિનેતાની સેક્સ ચેટ બહાર આવતાં ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં પણ આ સેકસ ચેટની ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે. આ સેક્સ ચેટમાં અભિનેતાની સેક્સ અને તેની યૌન કલ્પનાઓ અંગે કેટલાક ખુલાસા થઈ ગયા હતાં. આ ચેટ કરનાર હોલિવૂડના અભિનેતાનું નામ આર્મી હૈમર છે. આર્મી હૈમર 2017માં ‘ઈન કોલ મી માય યોર નેમ’માં પોતાની ભૂમિકાને લઈને સૌથી વધારે જાણીતો બન્યો હતો. હવે તે પોતાની આગામી ફિલ્મ ‘ડેથ ઓન ધ નાઈલ’માં નજરે પડશે. આ ફિલ્મ રીલીઝ થાય તે પહેલાં જ વિવાદ થઈ ગયો છે. જેનું કારણ આર્મી હૈમરની સેક્સ ચેટ છે. ઘટના બાદ તેની પૂર્વ પત્ની પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. તેણીએ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું હતું. જોકે હજી સુધી આ મામલે અભિનેતા કે તેની ટીમ તરફથી કોઈ ખુલાસો આવ્યો નથી. હોલિવૂડના આર્મી હૈમરની ચેટમાં સેક્સ વિશેની વાતો થઈ છે. ચેટમાં તે અભિનેતા પોતાના બેડરૂમમાં એ વાતને ખુલીને કહેવાનું પસંદ કરે છે કે તે એક દરિંદો છે અને પોતાની પ્રેમિકાને સ્લેવ કહી રહ્યો છે. આ ઉપરાંત અભિનેતા પોતાની તમામ યૌન કલ્પના પુરી કરી રહ્યો હોય તેવા વાક્યો પણ ચેટમાં છે. આર્મી હૈમર અને એલિઝાવેથ ચેમ્બર્સ વચ્ચેના લગ્નજીવનનો 10 વર્ષના ટૂંકાગાળામાં જ અંત આવ્યો હતો. જોકે લગ્ન થયા ત્યારે આર્મી હૈમર એકદમ અલગ જ હતો. એલિઝાબેથના નજીકના જણાવ્યા પ્રમાણે લિલી જેમ્સ સાથીની રિલેશનશિપમાં હતો અને તેની આ હરકતને કારણે વાત છુટાછેડા સુધી પહોંચી હતી. આર્મી હૈમરની પૂર્વ પત્ની એલિઝાવેથ ચેમ્બર્સે સેક્સ ચેટ અંગે થયેલા આરોપો વિશે કહ્યું હતું કે, તેના માટે આ ખુબ જ આંચકાજનક ઘટના હતી. તેમાં પણ આ બધુ જાણ્યા બાદ આર્મીને રાક્ષસ જેવો કહેવાય તો તે વધુ પડતી વાત નહીં હોય.